________________
પ્રશ્નોત્તરી
૬૮
ઉત્તરઃ પાંચ ભરત તથા પાંચ ઐરાવતના ક્ષેત્રના મનુષ્યનું જધન્ય આયુષ્ય ૧ અંતર્મુહૂર્તનું હોય છે. અને ઉત્કૃષ્ટ આયુષ્ય અનિયત રૂપે હોય છે. તે આ પ્રમાણે અવસરપીણીના પહેલા આરામાં ૩પલ્યોપમ અવસરપીણીના બીજા આરામાં ૨ પલ્યોપમ. અવસર પીણીના ત્રીજા આરામાં ૧ પલ્યોપમ. અવસરપીણીના ચોથા આરામાં એક પલ્યોપમથી ઓછું થતું યથાવત્ સંખ્યાતા વર્ષનું આયુષ્ય હોય છે. પાંચમા આરામાં ઉત્પન્ન થયેલા મનુષ્યોનું બસો, ત્રણસો વર્ષનું હોય છે. તેમાંથી ઓછું ઓછું થતાં થતાં યથાવત છેલ્લે વીશ વર્ષનું આયુષ્ય હોય છે. અવસરપીણીના છઠ્ઠા આરામાં વીશ વર્ષનું આયુષ્ય ઉત્કૃષ્ટ હોય છે. જધન્યથી ક્રમસર ઓછું ઓછું થતું હોય છે. આનાથી ઉલટા ક્રમે ઉત્સરપીણીના આરાના મનુષ્યોનું આયુષ્ય કહેલું છે. પ્રશ્ન ૩૯૮. પાંચ ભરત તથા પાંચ ઐરાવત ક્ષેત્રાના વર્તમાન કાળનાં મનુષ્યોનું આયુષ્ય કેટલું છે? ઉત્તરઃ પાંચ ભરત તથા પાંચ ઐરાવત ક્ષેત્રોના વર્તમાનકાળના મનુષ્યનું ઉત્કૃષ્ટ આયુષ્ય એક હસ્તલિખિત ગ્રંથોના આઘારે ૧૨૫ વરસનું હોઈ શકે છે. પ્રશ્ન ૩૯૯. જલચર આદિ પાંચ પ્રકારનાં અપર્યાપ્તા સમૂરિષ્ઠમ જીવોનું જધન્ય તથા ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે? ઉત્તરઃ જલચર આદિ પાંચ પ્રકારના અપર્યાપ્તા સમૂર્છાિમ તિર્યંચ પંચેન્દ્રિયનું જધન્ય તથા ઉત્કૃષ્ટ આયુષ્ય ૧ અંતર્મુહૂર્તનુ છે. પ્રશ્નઃ ૪૦૦. જલચર આદિ પાંચ પ્રકારનાં અપર્યાપ્તા ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય જીવોનું જધન્ય આયુષ્ય કેટલું? ઉત્તરઃ જલચર આદિ પાંચ પ્રકારનાં અપર્યાપ્તા ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિયનું જધન્ય તથા ઉત્કૃષ્ટ આયુષ્ય ૧ અંતર્મુહર્ત જ છે. પ્રશ્નઃ ૪૦૧. પર્યાપ્તા ગર્ભજ જલચર તિર્યંચ પંચેન્દ્રિયનું જધન્ય તથા ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે? ઉત્તરઃ પર્યાપ્તાગિર્ભજજલચરતિર્યંચ પંચેન્દ્રિયનું જધન્ય આયુષ્ય ૧ અંતર્મુહૂર્તનું છે. ઉત્કૃષ્ટ આયુષ્ય પૂર્વ ક્રોડ વરસનું હોય છે. પ્રશ્નઃ ૪૦૨. પર્યાપ્તા ગર્ભજ ઉરપરિસર્પ તિર્યંચ પંચેન્દ્રિયનું જધન્ય તથા