________________
જીવવિચાર,
પ્રશ્ન ૩૯૧. ૧૦૧ ગર્ભજ અપર્યાપ્તા મનુષ્યોનું જધન્ય તથા ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે? ઉત્તરઃ ૧૦૧ ગર્ભજ અપર્યાપ્તા મનુષ્યોનું જધન્ય તથા ઉત્કૃષ્ટ આયુષ્ય એક અંતર્મુહૂર્ત છે. પ્રશ્ન ૩૯૨. પાંચ હિમવંત તથા પાંચ હૈરણ્યવંત ક્ષેત્રનાં પર્યાપ્તા ગર્ભજ મનુષ્યોનું જધન્ય તથા ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે? ઉત્તરઃ પાંચ હિમવંત તથા પાંચ હૈરમ્યવંત ક્ષેત્રનાં પર્યાપ્તા ગર્ભજ મનુષ્યોનું જધન્ય આયુષ્ય ૧ અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ આયુષ્ય ૧ પલ્યોપમનું છે. પ્રશ્ન ૩૯૩. પાંચ હરિવર્ષતથા પાચ રમ્યકક્ષેત્રના મનુષ્યોનું જઘન્ય તથા ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે? ઉત્તરઃ પાંચ હરિવર્ષ તથા પાંચ રમ્યફ ક્ષેત્રનાં મનુષ્યનું જધન્ય આયુષ્ય ૧ અંતર્મુહૂર્તનું છે અને ઉત્કૃષ્ટ આયુષ્ય બે પલ્યોપમનું છે. પ્રશ્ન ૩૯૪. પાંચ દેવમુરૂ તથા પાંચ ઉત્તરકુરૂક્ષેત્રના મનુષ્યોનું જધન્ય તથા ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે? ઉત્તરઃ પાંચ દેવકરે તથા પાંચ ઉત્તરકુરૂક્ષેત્રના મનુષ્યોનું જધન્ય આયુષ્ય ૧ અંતમુહૂર્તનું હોય છે અને ઉત્કૃષ્ટ આયુષ્ય ૩ પલ્યોપમનુ છે. પ્રશ્ન ૩૫. છપ્પન અંતરદ્વિપમાં રહેલા મનુષ્યોનું જધન્ય તથા ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે? ઉત્તર : છપ્પન અંતરદ્વિપમાં રહેલા મનુષ્યોનું જધન્ય આયુષ્ય અંતર્મુહૂર્ત છે અને ઉત્કૃષ્ટ આયુષ્ય ૧ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલું છે. પ્રશ્ન ૩૯૬. પાંચ મહાવિદેહ ક્ષેત્રોના પર્યાપ્તા ગર્ભજ મનુષ્યોનું જધન્ય તથા ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે? ઉત્તર: પાંચ મહાવિદેહ ક્ષેત્રોના પર્યાપ્તા ગર્ભજ મનુષ્યોનું જઘન્ય આયુષ્ય ૧ અંતર્મુહૂર્તનું હોય છે અને ઉત્કૃષ્ટ આયુષ્ય પૂર્વ ક્રિોડ વર્ષનું હોય છે. આથી વધારે હોતું નથી. પ્રશ્ન ૩૯૭. પાંચભરતતથા પાંચઐરાવતક્ષેત્રોના મનુષ્યનું આયુષ્ય કેટલું હોય છે?