________________
૬૩
જીવવિચાર
અનુક્રમે ૧૦ સાગરોપમનું તથા ૧૭ સાગરોપમનું છે. પ્રશ્ન ૩૫૯. પર્યાપ્ત છઠ્ઠી નારકીના જીવોનું જધન્ય તથા ઉત્કૃષ્ટ આયુષ્ય, કેટલું છે? ઉત્તરઃ પર્યાપ્ત છઠ્ઠી નારકીના જીવોનું જધન્ય આયુષ્ય ૧૭ સાગરોપમનું છે અને ઉત્કૃષ્ટ આયુષ્ય ૨૨ સાગરોપમનું છે. પ્રશ્ન ૩૬૦. પર્યાપ્તા સાતમી નારકીના જીવોનું જધન્ય તથા ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે? ઉત્તરઃ પર્યાપ્તા સાતમી નારકીના જીવોનું જધન્ય આયુષ્ય ૨૨ સાગરોપમનું છે અને ઉત્કૃષ્ટ આયુષ્ય ૩૩ સાગરોપમનું છે. પ્રશ્ન ૩૬૧. અપર્યાપ્તા નવ્વાણુ દેવોનાં જીવનું જધન્ય-ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલુ 'છે? ઉત્તર અપર્યાપ્તા નવ્વાણુ દેવોના જીવોનું જઘન્ય તથા ઉત્કૃષ્ટ આયુષ્ય અંતર્મુહૂર્તનું છે. પ્રશ્ન ૩૬૨.ભવનપતિના અસુરકુમાર દેવનું જધન્ય-ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે? ઉતા: ભવનપતિના અસુરકુમાર દેવનું જધન્ય આયુષ્ય ૧૦ હજાર વર્ષનું છે અને ઉત્કૃષ્ટ આયુષ્ય ૧ સાગરોપમથી અધિક છે. પ્રશ્ન ૩૬૩. ભવનપતિના નાગકુમારાદિ નવ દેવોનું તથા પંદર પરમાધામી દેવોનું જધન્ય-ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે? ઉત્તરઃ ભવનપતિના નાગકુમારાદિ નવ દેવોનું તથા પંદર પરમાધામી દેવોનું જઘન્ય આયુષ્ય ૧૦ હજાર વર્ષનું હોય છે તથા ઉત્કૃષ્ટ આયુષ્ય ૨૫લ્યોપમમાં કાંઈ ન્યૂન હોય છે. પ્રશ્ન ૩૬૪. આઠ વ્યંતર, આઠ વાણવ્યંતર, દશ તિર્યગજાંભક દેવોનું જધન્ય તથા ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે? ઉત્તરઃ આઠ વ્યંતર, આઠ વાણવ્યંતર તથા દિશતિયંગજુંભકદેવોનું જઘન્ય આયુષ્ય ૧૦ હજાર વર્ષનું છે. ઉત્કૃષ્ટ આયુષ્ય સામાન્યથી ૧૫લ્યોપમનું છે. પ્રશ્ન ૩૬૫. જયોતિષી દેવોનું જધન્ય- ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે? ઉત્તરઃ જયોતિષી દેવાનું જધન્ય આયુષ્ય ૧પલ્યોપમનાં આઠમા ભાગ જેટલું હોય છે.