________________
પ્રશ્નોત્તરી
૬૨
પ્રશ્ન ૩૫૦. દેવતા તથા નારકીના જીવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય સામાન્યથી કેટલું છે? ઉત્તરઃ દેવતા તથા નારકીના જીવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય સામાન્યથી તેત્રીસ (૩૩) સાગરોપમનું હોય છે. પ્રશ્ન ૩૫૧. મનુષ્ય તથા ચતુષ્પદ તિર્યંચ પંચેન્દ્રિયનું ઉત્કૃષ્ટ આયુષ્યકેટલું છે? ઉત્તર : મનુષ્ય તથા ચતુષ્પદ તિર્યંચ પંચેન્દ્રિયનું ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ (૩) પલ્યોપમનું છે. હવે વિશેષથી પંચેન્દ્રિયના જીવોનું આયુષ્ય કહેવાય છે પ્રશ્ન ૩૫ર. અપર્યાપ્તા સાત નારકના જીવોનું આયુષ્ય કેટલું છે? ઉત્તર: અપર્યાપ્તા સાત નારકના જીવોનું જધન્ય-ઉત્કૃષ્ટ આયુષ્ય એક અંતર્મુહૂર્તનું છે. પ્રશ્ન ૩પ૩. પર્યાપ્તા પહેલી નારકીના જીવોનું જધન્ય આયુષ્ય કેટલું છે? ઉત્તરઃ પર્યાપ્તા પહેલી નારકીના જીવોનું જઘન્ય આયુષ્ય દશ હજાર વર્ષનું છે. પ્રશ્ન ૩૫૪. પર્યાપ્તા પહેલી નારકીના જીવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે? ઉત્તરઃ પર્યાપ્તા પહેલી નારકીના જીવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય એક સાગરોપમનું છે. પ્રશ્ન ૩૫૫. પર્યાપ્તા બીજી નારકીના જીવોનું જઘન્ય તથા ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે? ઉત્તરઃ પર્યાપ્તા બીજી નારકીના જીવોનું જધન્ય આયુષ્ય ૧ સાગરોપમ અને ઉત્કૃષ્ટ આયુષ્ય ૩ સાગરોપમનું છે. પ્રશ્ન ૩૫દ. પર્યાપ્તા ત્રીજી નારકીના જીવોનું જધન્ય-ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે? ઉત્તરઃ પર્યાપ્તા ત્રીજી નારકીના જીવોનું જધન્ય આયુષ્ય ૩ સાગરોપમ અને ઉત્કૃષ્ટ આયુષ્ય ૭ સાગરોપમનું છે. પ્રશ્ન ૩૫૭ પર્યાપ્તા ચોથી નારકીના જીવોનુંજન્ય-ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે? ઉત્તરઃ પર્યાપ્તા ચોથી નારકીના જીવોનું જધન્ય આયુષ્ય ૭ સાગરોપમ તથા ઉત્કૃષ્ટ આયુષ્ય ૧૦ સાગરોપમનું છે. પ્રશ્ન ૩૫૮. પર્યાપ્તા પાંચમી નારકીના જીવોનું જધન્ય તથા ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે? ઉત્તરઃ પર્યાપ્તા પાંચમી નારકીના જીવોનું જધન્ય તથા ઉત્કૃષ્ટ આયુષ્ય