________________
૬૧
જીવવિચાર
પ્રશ્ન ૩૪૫. બાદર પર્યાપ્તા પ્રત્યેક વનસ્પતિકાય જીવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે? ઉત્તરઃ બાદરપર્યાપ્તા પ્રત્યેક વનસ્પતિકાયજીવોનું વધારેમાં વધારે આયુષ્યદશ હજાર વર્ષનું છે.
વિકસેન્દ્રિય જીવોનાં આયુષ્યનું વર્ણન: - વાસાણિ બારસાહેબેદિયાણ તેદિયાણ તા.
અઉણા પનરિણાઈ ચઉરિદિશં તુ છમ્માસા ૩૫૫ ભાવાર્થ : બેઇન્દ્રિય જીવોનું બાર વર્ષ, તે ઇન્દ્રિય જીવોનું ઓગણ પચાસ (૪૯) દિવસ તથા ચઉરિદ્રિય જીવોનું ઉત્કૃષ્ટ આયુષ્યછ માસનું છે./ ૩પ પ્રશ્ન ૩૪૬. અપર્યાપ્તા વિકલેન્દ્રિય જીવોનું જઘન્ય-ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે? ઉત્તરઃ અપર્યાપ્તા વિકલેન્દ્રિય (એટલે કે બેઇન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય) જીવોનું જઘન્યતથા ઉત્કૃષ્ટ આયુષ્યઅંતર્મુહૂર્તનું હોય છે. જઘન્ય કરતાં ઉત્કૃષ્ટમાં અંતર્મુહૂર્ત મોટું સમજવું. પ્રશ્ન ૩૪૭. પર્યાપ્તા બેઈન્દ્રિય જીવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે? . ઉત્તર: પર્યાપ્તા બેઇન્દ્રિય જીવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય બાર વર્ષનું છે. પ્રશ્ન ૩૪૮. પર્યાપ્તા તેઈન્દ્રિય જીવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે? ઉત્તરઃ પર્યાપ્તા ઇન્દ્રિય જીવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ઓગણપચાસ દિવસનું છે. પ્રશ્ન ૩૪૯. પર્યાપ્તા ચઉરિન્દ્રિય જીવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે? ઉત્ત: પર્યાપ્તા ચઉરિન્દ્રિય જીવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય છ માસનું છે.
પંચેન્દ્રિય જીવોના આયુષ્યનું વર્ણન - સુરનેઈયાણ ઠિઈ ઉક્કોસા સાગરાણિ તિત્તીસ ચઉપય તિરિય મણુસ્સા સિનિય પલિઓવમાહુતિ . ૩૯ ભાવાર્થ દેવતા નારકીની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૩ સાગરોપમ, ચતુષ્પદ તિર્યંચ પંચેન્દ્રિય તથા મનુષ્યોની ઉત્કૃષ્ટ આયુષ્યની સ્થિતિ ત્રણ પલ્યોપમની છે. H૩૬ .