________________
પ્રશ્નોત્તરી
SO
હર સોનાની હજાર વર્ષની ઉજથી આ
મણશીલની માટીના જીવોનું ઉત્કૃષ્ટથી આયુષ્ય કેટલું છે? ઉત્તર : સોનાની માટી, હરિયાળની માટી તથા મણશીલ પૃથ્વીકાય જીવોનું વધારેમાં વધારે સોળ હજાર વર્ષનું આયુષ્ય છે પ્રશ્ન ૩૩૫. હિંગળોક માટીના જીવોનું ઉત્કૃષ્ટથી આયુષ્ય કેટલું છે? ઉત્તર: હિંગળોકની માટીના જીવોનું ઉત્કૃષ્ટથી આયુષ્ય સત્તર હજાર વર્ષનું છે. પ્રશ્ન ૩૩૬. કાંકરા પૃથ્વીકાયના જીવોનું ઉત્કૃષ્ટથી આયુષ્ય કેટલું છે? ઉત્તર: કાંકરા પૃથ્વીકાયના જીવોનું ઉત્કૃષ્ટથી આયુષ્ય અઢાર હજાર વર્ષનું છે. પ્રશ્ન ૩૩૭. ભુખરાં પથ્થરોનું ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે? ઉત્તરઃ ભુખરાં પથ્થરોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ઓગણીસ હજાર વર્ષનું છે. પ્રશ્ન ૩૩૮. કાળમીંઢ પથ્થરોનું આયુષ્ય કેટલું છે? ઉત્તર: કાળમીંઢ પથ્થરોનું આયુષ્ય વીસ હજાર વર્ષનું છે. પ્રશ્ન ૩૩૯. આરસપહાણ પથ્થરોનું ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે? ઉત્તરઃ આરસપહાણ પથ્થરોનું ઉત્કૃષ્ટ આયુષ્ય એકવીસ હજાર વર્ષનું છે. પ્રશ્ન ૩૪૦. કઠણ, હીરા, માણેક, મોતી વગેરે પથ્થરોનું ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે? ઉત્તરઃ કઠણ હીરા, માણેક, મોતી વગેરે પથ્થરોનું ઉત્કૃષ્ટ આયુષ્ય બાવીસ હજાર વર્ષનું છે. પ્રશ્ન ૩૪૧. કોમળ માટીવાળા પૃથ્વીકાય જીવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે? ઉત્તરઃ કોમળ માટીવાળા પૃથ્વીકાય જીવોનું ઉત્કૃષ્ટ આયુષ્યએક હજાર વર્ષનું છે. પ્રશ્ન ૩૪૨. બાદર પર્યાપ્તા અપકાય જીવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે? ઉત્તર બાદર પર્યાપ્તા અપૂકાય જીવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય સાત હજાર વર્ષનું છે. પ્રશ્ન ૩૪૩. બાદર પર્યાપ્તા તેઉકાય (અગ્નિકાય) જીવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે? ઉત્તરઃ બાદર પર્યાપ્તા તેઉકાય (અગ્નિકાય) જીવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ અહોરાત્ર ત્રણ રાત્રી-દિવસ)નું છે. પ્રશ્ન ૩૪૪. બાદર પર્યાપ્તા વાયુકાય જીવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે? ઉત્તરઃ બાદર પર્યાપ્તા વાયુકાય (પવનકાય) જીવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ હજાર વર્ષનું છે.