________________
પ૯
જીવવિચાર
પ્રશ્ર ૩૨૭. બાદર પર્યાપ્તા પૃથ્વીકાય જીવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે? ઉત્તરઃ બાદર પર્યાપ્તા પૃથ્વીકાય જીવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય બાવીસ હજાર વર્ષનું
છે.
પ્રશ્ન ૩૨૮. પૃથ્વીકાયમાં પાંચ વર્ણવાળી માટી હોય છે. તે દરેક માટીનું ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે? ઉત્તર : કાળી માટીના જીવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૧૦૦૦વર્ષનું છે. લીલી માટીના જીવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૧૦૦૦વર્ષનું છે. લાલ માટીના જીવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૯૦૦ વર્ષનું છે. પીળી માટીના જીવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૬૦૦ વર્ષનું છે. ધોળી માટીના જીવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૭૦૦ વર્ષનું છે. પ્રશ્ન ૩૨૯. ખારાની તથા શુદ્ધ માટીનાં જીવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે? ઉત્તરઃ ખારાની તથા શુદ્ધ માટીનાં જીવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૧૧૦૦૦ વર્ષનું
પ્રશ્ન ૩૩૦. લુણની માટી તથા ક્ષેત્રની માટીના જીવોનું વધારેમાં વધારે આયુષ્ય કેટલું છે? ઉત્તરઃ લુણની માટી તથા ક્ષેત્રની માટીના જીવોનું વધારેમાં વધારે આયુષ્ય ૧૨૦૦૦ વર્ષનું છે પ્રશ્ન ૩૩૧. તાંબાની માટી તથા કાંકરીના જીવોનું આયુષ્ય વધારેમાં વધારે કેટલું છે? ઉત્તરઃ તાંબાની માટી તથા કાંકરીના જીવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય તેર હજાર વર્ષનું છે. પ્રશ્ન ૩૩૨. ખાણની માટી, લોઢાની માટી, શીશાની માટી તથા રેતીના જીવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું છે? ઉત્તરઃ ખાણની માટી, લોઢાની માટી, શીશાની માટી તથા સચિત રેતી એવા પૃથ્વીકાય જીવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ચૌદ હજાર (૧૪૦૦૦) વર્ષનું છે. પ્રશ્ન ૩૩૩ રૂપાની માટીના જીવોનું ઉત્કૃષ્ટથી આયુષ્ય કેટલું છે? ઉત્તરઃ રૂપાની માટીના જીવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય પંદર હજાર વર્ષનું છે. પ્રશ્ન ૩૩૪. સોનાની માટી, હરિયાળની માટી (હડતાલની માટી) તથા