SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી પ્રશ્ન ૩૨૧. આઠસો ધનુષની કાયાવાળા જીવો કેટલા છે ? ઉત્તર ઃ આઠસો ધનુષની કાયાવાળા પ૬ જીવો હોય છે.છપ્પન અંતરપિના મનુષ્યો ૫૮ બાવીસા પુઢવીએ સત્તય આઉસ્સ તિનિ વાઉસ્સ । વાસ સહસ્સા દસ તરૂ ગણાણ તેઉ તિસ્તિાઉ ॥ ૩૪ ॥ ભાવાર્થ : પૃથ્વીકાયનું ૨૨ હજાર વર્ષ, અપકાયનું ૭ હજા૨ વર્ષ, વાયુકાયનું ૩ હજાર વર્ષ, પ્રત્યેક વનસ્પતિકાયનું ૧૦ હજાર વર્ષ તથા અગ્નિકાય જીવોનું ૩ અહોરાત્રિનું આયુષ્ય ઉત્કૃષ્ટ કહેલું છે. ॥ ૩૪ II પ્રશ્ન ૩૨ ૨. આયુષ્ય કર્મ કોને કહેવાય ? આયુષ્ય ઉત્તર : ભવથી ભવાંતરમાં જતા જીવોને જે અવશ્ય ઉદયમાં આવે તે કર્મ કહેવાય છે. તે કર્મ આખા ભવમા એક જ વાર બંધાય છે. પ્રશ્ન ૩૨૩. સૂક્ષ્મ પૃથ્વીકાયાદિ ૧૦ જીવભેદોનું કેટલું આયુષ્ય છે ? ઉત્તર ઃ સૂક્ષ્મ પૃથ્વીકાયાદિ પાંચ અપર્યાપ્તાતથાપાંચપર્યાપ્તાએમ દશપ્રકારનાં જીવોનું જધન્ય આયુષ્ય તથા ઉત્કૃષ્ટ આયુષ્ય એક અંતર્મુહૂર્તનું છે. પ્રશ્ન ૩૨૪. બાદર પૃથ્વી અપ્તેઉ-વાઉ-સાધારણ વનસ્પતિકાય અને અપર્યાપ્તા પ્રત્યેક વનસ્પતિકાય જીવોનું આયુષ્ય કેટલું છે ? ઉત્તર ઃ બાદર પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય, સાઘારણ વનસ્પતિકાય અને અપર્યાપ્તા પ્રત્યેક વનસ્પતિકાય આ ૬ જીવભેદોનું જધન્ય તથા ઉત્કૃષ્ટ આયુષ્ય એક અંતર્મુહૂર્ત જ છે. પ્રશ્ન ૩૨૫. બાદર પર્યાપ્તા સાધારણ વનસ્પતિકાયનું આયુષ્ય કેટલું છે ? ઉત્તર : બાદર પર્યાપ્તા સાધારણ વનસ્પતિકાયનું આયુષ્ય જઘન્ય તથા ઉત્કૃષ્ટ એક અંતર્મુહૂર્તનું જ છે. અહીંયા અપર્યાપ્તાના આયુષ્ય કરતાં મોટું સમજવું. પ્રશ્ન ૩૨૬. બાદર પર્યાપ્તા પૃથ્વી-અપ્-તે-વાઉ અને પ્રત્યેક વનસ્પતિકાયનું જધન્ય આયુષ્ય કેટલું છે ? ઉત્તર : બાદર પર્યાપ્તા પૃથ્વી-અપ્-તેઉ-વાઉ અને પ્રત્યેક વનસ્પતિકાયનું જધન્ય આયુષ્ય એક અંતર્મુહૂર્ત છે.
SR No.022307
Book TitleJivvichar Dandak Laghu Sangrahani Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Prakashan Trust
Publication Year1994
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy