________________
૪૫૭
જીવવિચાર
ઉત્તર : અનિયત કાયાવાળા જીવો ૧૦ હોય છે. પાચં ભરતક્ષેત્ર તથા પાંચ ઐરાવત ક્ષેત્રમાં ઉત્પન્ન થયેલા મનુષ્યો.
પ્રશ્ન ૩૧૪. સાત હાથની કાયાવાળા જીવો કેટલા છે ?
ઉત્તર : સાત હાથની કાયાવાળા જીવો ૬૪ હોય છે. તે આ પ્રમાણે ૧૦ ભવનપતિનાદેવો, ૮ વ્યંતરના દેવો, ૮ વાણવ્યંતરના દેવો, ૧૦તિયંગભકના દેવો, ૧૦જયોતિષીનાં દેવો, ૨ વૈમાનિકના દેવો તથા ૧ કીલ્બિષિયાના દેવના તથા ૧૫ પરમાધામી દેવો થઈને ૬૪ થાય છે.
પ્રશ્ન ૩૧૫. છ હાથની કાયાવાળા જીવો કેટલા છે ?
ઉત્તર ઃ છ હાથની કાયાવાળા ત્રણ જીવો હોય છે. વૈમાનિકના ત્રીજા તથા ચોથા દેવલોકના દેવો તથા બીજો કીલ્બિષીક.
પ્રશ્ન ૩૧૬. પાંચ હાથની કાયાવાળા જીવો કેટલા છે?
ઉત્તર ઃ પાંચ હાથની કાયાવાળા ૧૨ જીવો છે. નવ લોકાન્તિકના દેવો, પાંચમા તથા છઠ્ઠા દેવલોકના દેવો અને ત્રીજા કીલ્બિષિયાના દેવોની પાંચ હાથની કાયા હોય છે.
પ્રશ્ન ૩૧૭. ચાર હાથની કાયાવાળા જીવો કેટલા છે ?
ઉત્તર ઃ ચાર હાથની કાયાવાળા પાંચસો ત્રેસઠમાંથી બે જીવો છે. સાતમા તથા આઠમા દેવલોકના દેવો.
પ્રશ્ન ૩૧૮. ત્રણ હાથની કાયાવાળા જીવો કેટલા છે ?
ઉત્તર ઃ ત્રણ હાથની કાયાવાળા ચાર પ્રકારના જીવો હોય છે. વૈમાનિકના નવમા દેવલોકથી બારમા દેવલોક સુધીના ચાર દેવો.
પ્રશ્ન ૩૧૯. બે હાથની કાયાવાળા જીવો કેટલા છે ?
ઉત્તર ઃ બે હાથની કાયાવાળા જીવોના નવ ભેદ છે. નવ ચૈવેયકના વિમાનોમાં રહેલા દેવો.
-પ્રશ્ન ૩૨૦. એક હાથની કાયાવાળા જીવો કેટલા છે ?
ઉત્તર ઃ એક હાથની કાયાવાળા પાંચ જીવો હોય છે. પાંચ અનુત્તરના વિમાનમાં રહેલા દેવો.