________________
૫૫
જીવવિચાર
વિકલેન્દ્રિય ૩, અપર્યાપ્તા તિર્યંચ પંચેન્દ્રિયના ૧૦, અપર્યાપ્તા મનુષ્યનાં ૨૦૨, અપર્યાપ્તા નારકીના ૭, અપર્યાપ્તા દેવોના ૯૯.
પ્રશ્ન ૨૯૬. ૫૬૩માંથી એક હજાર યોજનની કાયાવાળા જીવો કેટલા છે ? ઉત્તર ઃ પાંચસો ત્રેસઠમાંથી એક હજાર યોજનની કાયાવાળા જીવો ચાર છે. (૧) પ્રત્યેક વનસ્પતિકાય પર્યાપ્તા (૨) ગર્ભજ જલચર પર્યાપ્તા (૩) સમૂર્છિમ જલચર પર્યાપ્તા (૪) ગર્ભજ ઉપરિસર્પ પર્યાપ્તા.
પ્રશ્ન ૨૯૭. ૫૬૩માંથી ૫૦૦ધનુષની કાયાવાળા જીવો કેટલા છે ? ઉત્તર ઃ ૫૦૦ ધનુષની કાયાવાળા છ જીવો હોય છે. એક પર્યાપ્તા સાતમી નારકીનો તથા પાંચમહાવિદેહનાં પાંચ.
પ્રશ્ન ૨૯૮. ૫૬૩માંથી ૨૫૦ ધનુષની કાયાવાળા કેટલા જીવો છે ?
ઉત્તર ઃ ૫૬૩માંથી ૨૫૦ ધનુષની કાયાવાળો એક જીવ હોય છે. પર્યાપ્તા છઠ્ઠી નારકીનો જીવ.
પ્રશ્ન ૨૯૯. સવાસો (૧૨૫)ધનુષની કાયાવાળા કેટલા જીવો છે ?
ઉત્તર ઃ સવાસો (૧૨૫) ધનુષ્યની કાયાવાળા જીવો એક જ છે. પર્યાપ્તા પાંચમી નારકીનો જીવ.
પ્રશ્ન ૩૦૦. સાડા બાસઠ (૬૨૫) ધનુષની કાયાવાળા કેટલા જીવો છે ? ઉત્તરઃ સાડા બાસઠ (૬૨) ધનુષની કાયાવાળો એક જ પર્યાપ્તા ચોથી નારકીનો
જીવ.
પ્રશ્ન ૩૦૧. સવા એકત્રીસ (૩૧૪) ધનુષની કાયાવાળા કેટલા જીવો છે ? ઉત્તર : સવા એકત્રીસ (૩૧૫) ધનુષની કાયાવાળો એક જ પર્યાપ્તા ત્રીજી નારકીનો જીવ.
પ્રશ્ન ૩૦૨. સાડા પંદર (૧૫)ધનુષ અને બાર અંગુલની કાયાવાળા કેટલા જીવો છે ?
ઉત્તર ઃ સાડા પંદર ધનુષ અને બાર અંગુલની કાયાવાળો એક જ પર્યાપ્તા બીજી નારકીનો જીવ.
પ્રશ્ન ૩૦૩. પોણી આઠ ધનુષ અને છ અંગુલની કાયાવાળા કેટલા જીવ છે ? ઉત્તર ઃ પોણા આઠ ધનુષ અને છ અંગુલની કાયાવાળો એક જ જીવ પર્યાપ્તા