________________
પ્રશ્નોત્તરી
૫૪
ઉત્તરઃ વૈમાનિકના સાતમા-આઠમા દેવલોકના દેવોની શરીરની ઉંચાઈ ચાર હાથની છે. પ્રશ્ન ૨૮૯. વૈમાનિના ૯ થી ૧૨ દેવલોક્ના દેવોના શરીરની ઉંચાઈ કેટલી છે? ઉત્તર : વૈમાનિની નવથી બાર દેવલોકના દેવોને શરીરની ઉંચાઈ ત્રણ હાથની છે. પ્રશ્ન ર૯૦. નવરૈવેયકના દેવોના શરીરની ઉંચાઈ કેટલી છે? ઉત્તરઃ નવરૈવેયકના દેવોના શરીરની ઉંચાઈ બે હાથની છે. પ્રશ્ન ર૯૧. પાંચ અનુત્તરના દેવોના શરીરની ઉંચાઈ કેટલી છે? ઉત્તરઃ પાંચ અનુત્તરના દેવોના શરીરની ઉચાઈ એક હાથની છે. પ્રશ્ન ૨૯૨. દેવતાઓ ઉત્તર વૈક્રિય શરીર બનાવે ત્યારે કેટલી અવગાહના હોય છે? ઉત્તર દેવતાઓ ઉત્તર વૈક્રિય શરીર બનાવે ત્યારે ઉત્કૃષ્ટ એક લાખ યોજનની અવગાહના હોય છે. (૧ લાખ યોજન લાંબુ શરીર બનાવી શકે છે.) પ્રશ્ન ૨૯૩. કેટલા દેવતાઓ ઉત્તર વૈક્રિય શરીર બનાવી શકે છે? ઉત્તરઃ ભવનપતિ, પરમાધામી, વ્યંતર, વાણવ્યંતર જયોતિષ તિર્યંગજભક વૈમાનિકમાં ૧ થી ૧૨ દેવલોકના દેવો, નવ લોકાંતિક, ત્રણ કીર્બોિષીક દેવો ઉત્તર વૈક્રિય શરીર બનાવી શકે છે. પ્રશ્ન ર૯૪. ક્યા દેવતાઓ ઉત્તર વૈક્રિય શરીર બનાવતા નથી? શું કારણ? ઉત્તર: નવ રૈવેયકના દેવો તથા પાંચ અનુત્તરના દેવો ઉત્તર વૈક્રિય શરીર બનાવતાં જ નથી કારણ કે શક્તિ હોવાછતાં કોઈ પ્રયોજન હોવાથી બનાવતાં નથી તે બધા અહમ્ ઇન્દ્રો જ હોય છે.
ક્યા જીવોને કેટલી અવગાહના હોય તેનું વર્ણન કરાય છે. પ્રશ્ન ૨૯૫. પ૬૩માંથી અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલી અવગાહનાવાળા કેટલા છે? ઉત્તરઃ અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલી અવગાહનાવાળા ૩૪૨ જીવો છે તે આ પ્રમાણે સ્થાવરના ૨૧, પર્યાપ્તા બાદર પ્રત્યેક વનસ્પતિકાય છોડીને,