________________
પ્રશ્નોત્તરી
અવગાહના અનિયમિત છે. તે આ પ્રમાણે અવસરપિણીનાં પહેલા આરામાં ત્રણ ગાઉની કાયા છે. અવસરપિણીનાં બીજા આરામાં બે ગાઉની કાયા છે. અવસરપિણીનાં ત્રીજા આરામાં એક ગાઉની કાયા છે. અવસરપિણીનાં ચોથા આરામાં ઓછી કરતાં કરતાં પાંચસો (૫૦૦) ધનુષની થાય છે. અવસરપિણીના પાંચમા આરામાં ક્રમસર ઘટતાં ઘટતાં સાત હાથની થાય છે. છેલ્લે બે હાથની કાયા રહે છે અને છઠ્ઠા આરામાં બે હાથની કાયા છે. ઉત્સરપિણીના કાળમાંઅવસરપિણીથી ઊધા ક્રમે જાણવું આ કારણથી અનિયમિત ઊંચાઈ છે. તેમ કહેવાય છે. પ્રશ્ન ર૭૯. પાંચ મહાવિદેહ ક્ષેત્રમાં શરીરની ઊંચાઈ વધારેમાં વધારે કેટલી છે? ઉત્તર:પાંચ મહાવિદેહ ક્ષેત્રમાં શરીરની ઊંચાઈ મોટે ભાગે પાંચસો ધનુષની
દેવોના શરીરની અવગાહનાનું વર્ણન -
ઈસાણંત સુરાણું રમણીઓ સત હુંતિ ઉચ્ચત્તા - દુર દુગ દુગ ચઉ ગેવિજજડસુત્તરે ઇક્વિક પરિહાણી II ૩૩ ભાવાર્થ:- ભવનપતિથી માંડીને ઈશાન સુઘીનાં દેવોનાં શરીરની ઊંચાઈ સાત હાથની હોય, ત્રીજા-ચોથા દેવલોકની છ હાથ, પાંચ-છ દેવલોકની પાંચ હાથ, સાત-આઠ દેવલોકની ચાર હાથ, ૯-૧૦-૧૧-૧૨ એ ચાર દેવલોકની ત્રણ હાથ, નવ રૈવેયકના દેવોનાં શરીરની ઊંચાઈ બે હાથ તથા પાંચ અનુત્તરમાં રહેલા દેવોનાં શરીરની ઊંચાઈ એક હાથની હોય છે. // ૩૩ પ્રશ્ન ૨૮૦. દશ (૧૦) ભવનપતિના તથા પંદર (૧૫) પરમાધામીના ભેદોરૂપ પર્યાપ્તા દેવોનાં શરીરની ઉચાઈ કેટલી છે? ઉત્તરઃ દશ (૧૦) ભવનપતિનાં તથા પંદર (૧૫) પરમાધામીનાં એમ ર૫ દેવોનાં શરીરની ઊંચાઈ સાત (૭) હાથની છે પ્રશ્ન ૨૮૧. આઠ (૮) વ્યંતરના, આઠ વાણવ્યંતરના તથા દશ (૧૦)