________________
પ્રશ્નોત્તરી
૫૦
વઘારે કેટલી છે? ઉત્તરઃ પર્યાપ્તા સમૂર્છાિમ ઉરપરિસર્પ જીવોના શરીરની ઉંચાઈ વધારેમાં વધારે યોજન પૃથફત્વ એટલે કે ર થી ૯ યોજનની છે. પ્રશ્ન ૨૭૦. પર્યાપ્તાસમૂર્છાિમ ભુજપરિસર્પ જીવોનાં શરીરની ઉંચાઈ વધારેમાં વઘારે કેટલી છે? ઉત્તરઃ પર્યાપ્તા સમૂર્ણિમ ભુજપરિસર્પ જીવોનાં શરીરની ઉંચાઈ વધારેમાં વધારે બેથી નવ યોજન પ્રમાણ છે. આને યોજન પૃથકત્વ કહે છે. મતાંતરે કેટલાક આચાર્યો ઘનુષ પૃથત્વ પણ માને છે. એટલે કે બે થી નવ ધનુષની છે એમ માને છે. ગાથા ૩૧ની ટીકામાં જીવવિચારણામાં કહ્યું છે કે ઉરગ ભુજગાશ્વ સમૂર્શિમા યોજન પૃથકત્વ દેહ પ્રમાણેન ભવત્તિ છેલ્લે
વાપિ ભુજપરિસર્પણાં ઘનુ પૃથકત્વ મણૂંકતા તથાતિ-સમુચ્છિમચઉપય ભુય ગુરૂરા(રગ)
ગાઉ ધણુ જોયણ પુહુમિતિ વચનાત્ પાના નં. ૨૨, પહેલી પેઠી, ગાથા ૩૧ ટીકા, જીવવિચાર પ્રકરણ. પ્રશ્ન ર૭૧. સમૂર્છાિમ ચતુષ્પદ જીવોનાં શરીરની ઉંચાઈ વધારેમાં વધારે કેટલી
છે ?
ઉત્તર ઃ સમૂર્શિમ ચતુષ્પદ જીવોનાં શરીરની ઉંચાઈ વધારેમાં વધારે ગાઉ પૃથકત્વ એટલે કે બે થી નવ ગાઉની છે. *
છચ્ચેવ ગાઉઆઈ ચઉLયા ગબ્બયા મુત્રા - કોસતિગંચ મણુસ્સા ઉક્કોસ શરીર માણેણં ૩૨ ભાવાર્થ: પર્યાપ્તા ગર્ભજ ચતુષ્પદ જીવોનાં શરીરની ઉંચાઈ છ ગાઉની છે. મનુષ્યોની ઉત્કૃષ્ટ શરીરની ઉંચાઈ ત્રણ ગાઉની છે. ૩૨ પ્રશ્ન ર૭૨. પર્યાપ્તા ગર્ભજ ચતુષ્પદ તિય જીવોનાં શરીરની ઉંચાઈ વધારેમાં વધારે કેટલી છે?