________________
૪૫
જીવવિચાર
ઉત્તરઃ અસંખ્યાતા સૂક્ષ્મ અપકાય જીવોના શરીરની જેટલી અવગાહના છે તેટલી એક સૂક્ષ્મ પૃથ્વીકાય જીવના શરીરની છે.. પ્રશ્ન ૨૪૩. એક બાદર વાયુકાય જીવના શરીરની અવગાહના કેટલી છે? ઉત્તરઃ અસંખ્યાતા સૂક્ષ્મ પૃથ્વીકાય જીવોના શરીરની જેટલી અવગાહના છે તેટલી એક બાદર વાયુકાય જીવની અવગાહના છે. પ્રશ્ન ૨૪૪. એક બાદર તેઉકાય જીવના શરીરની અવગાહના કેટલી છે? ઉત્તરઃ અસંખ્યાતા બાદર વાયુકાય જીવોના શરીરની જેટલી અવગાહના છે તેટલી એક બાદર તેઉકાય જીવની અવગાહના છે. પ્રશ્ન ૨૪૫. એક બાદર અપકાય જીવના શરીરની અવગાહના કેટલી છે? ઉત્તરઃ અસંખ્યાતા બાદર વાયુકાય જીવના શરીરની જેટલી અવગાહના છે તેટલી એક બાદર અપકાય જીવના શરીરની અવગાહના છે. પ્રશ્ન ૨૪૬. એક બાદર પૃથ્વીકાય જીવના શરીરની અવગાહના કેટલી છે? ઉત્તરઃ અસંખ્યાતા બાદર અપકાય જીવના શરીરની જેટલી અવગાહના છે તેટલી એક બાદર પૃથ્વીકાય જીવની અવગાહના છે. પ્રશ્ન ૨૪૭. બાદર નિગોદના જીવના શરીરની અવગાહના કેટલી છે? ઉત્તરઃ અસંખ્યાતા બાદર પૃથ્વીકાય જીવોના શરીરની જેટલી અવગાહના છે તેટલી એક બાદર નિગોદના જીવની શરીરની અવગાહના છે. પ્રશ્ન ૨૪૮. ક્રમસર મોટું મોટું દરેકનું શરીર છે છતાં અંગુલનો અસંખ્યાતમો ભાગ શાથી કહ્યો છે? ઉત્તર : દરેક જીવોના શરીરની અવગાહનામાં ફેરફાર છે તો ફેરફાર દરેકનું અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલું શરીર સમજવું પણ તે તે જીવના શરીર કરતાં અવગાહના મોટી સમજવી કારણ કે અંગુલના અસંખ્યાતમા ભાગના પણ અસંખ્યાતા ભેદો થઈ શકે છે. માટે વિરોધ નથી પણ આ ગણના ઘટી શકે તેમ છે.
• પ્રશ્ન ૨૪૯, પર્યાપ્તા બાદર પ્રત્યેક વનસ્પતિકાય જીવોના શરીરની ઊંચાઈ કેટલી છે?