________________
પ્રશ્નોત્તરી
૪૬
ઉત્તરઃ પર્યાપ્તા બાદર પ્રત્યેક વનસ્પતિકાય જીવોના શરીરની ઊંચાઈ હજાર યોજનથી કંઈક અધિક છે.
બારસ જોયણ તિન્નેવ ગાઉઆ જોયણં ચ અણુક્કમસો .
બેઈન્દ્રિય ઈદિય ચઉરિદિયદેહમુચ્ચત્ત. ૨૮ ભાવાર્થઃ બેઈન્દ્રિય જીવોના શરીરની ઉંચાઈ ૧૨ યોજન, તેઈન્દ્રિય જીવોના શરીરની ઊંચાઈ ત્રણ ગાઉ તથા ચઉરિન્દ્રિય જીવોના શરીરની ઊંચાઈ એક યોજનની હોય છે. તે ૨૮ / પ્રશ્ન ૨૫૦. અપર્યાપ્તા વિલેન્દ્રિય જીવોના શરીરની ઉંચાઈ કેટલી છે? ઉત્તરઃ અપર્યાપ્તા વિલેન્દ્રિય (એટલે બેઇન્દ્રિય, તેઈન્દ્રિય અને ચઉરિજિય) જીવોના શરીરની ઊંચાઈ અગુલના અસંખ્યાતમા ભાગ જેટલી હોય છે. પ્રશ્ન ૨૫૧. પર્યાપ્તા બેઈન્દ્રિય જીવોનાં શરીરની ઊંચાઈ કેટલી હોય છે? ઉત્તર:પર્યાપ્તાબેઈન્દ્રિય જીવોનાં શરીરની ઊંચાઈ વધારેમાં વધારે ૧૨ (બાર) યોજનની છે. પ્રશ્ન રપર. આટલી બધી મોટી કાયાવાળા જીવો ક્યાં ઉત્પન્ન થાય છે? ઉત્તરઃ આટલી મોટી કાયાવાળા બેઇન્દ્રિય જીવો અઢીદ્રિપની બહારના દ્વિપોમાં તથા સમુદ્રોમાં ઉત્પન્ન થઈ શકે છે. પ્રશ્ન ર૫૩. પર્યાપ્તા તેઈન્દ્રિય જીવોની ઊંચાઈ કેટલી હોય છે? ઉત્તરઃ પર્યાપ્તાતેઈન્દ્રિય જીવોના શરીરની ઊંચાઈ વધારેમાં વધારે ત્રણ ગાઉની છે. પ્રશ્ન ર૫૪. ત્રણ ગાઉની અવગાહનાવાળા તેઈન્દ્રિય જીવો ક્યાં ઉત્પન્ન થાય છે? ઉત્તરઃ ત્રણ ગાઉની કાયાવાળા તે ઇન્દ્રિય જીવો પ્રાયઃ કરીને મનુષ્યલોકની બહારના દ્વિપો તથા સમુદ્રમાં ઉત્પન્ન થાય છે. પ્રશ્ન ર૫૫. પર્યાપ્તા ચઉરિન્દ્રિય જીવોના શરીરની અવગાહના કેટલી છે? ઉત્તરઃ પર્યાપ્તાચઉરિન્દ્રિય જીવોના શરીરની અવગાહના વધારેમાં વધારે એક યોજનની હોય છે. પ્રશ્ન ર૫૬. એક યોજનાની કાયાવાળી માખી વિગેરે જીવો ક્યા રહેલા