________________
४४
પ્રશ્નોત્તરી
શરીરની ઊંચાઈનું વર્ણન અંગુલ અસંખ ભાગો શરીર-મેચિંદિયાણ સવૅસિ
જોયણ સહસ્ત મહિયં નવર પયરૂખાણ ર૭ા ભાવાર્થ સઘળાએકેન્દ્રિયજીવોના શરીરની ઊંચાઈ અંગુલના અસંખ્યાત ભાગ જેટલી હોય છે. માત્ર એક બાદર પર્યાપ્તા પ્રત્યેક વનસ્પતિકાય જીવોની ઉત્કૃષ્ટ શરીરની ઊંચાઈ એક હજાર યોજનથી કાંઈક અધિક છે. | ૨૭. પ્રશ્ન ર૩૭. સ્થાવરના બાવીસ ભેદોમાંથી એકવીસ ભેદોના જીવોની શરીરની ઊંચાઈ કેટલી છે? ઉત્તરઃ સ્થાવરના બાવીસ ભેદોમાંથી પર્યાપ્તા પ્રત્યેક બાદર વનસ્પતિકાયને છોડીને બાકીના ૨૧ ભેદોના જીવોની શરીરની ઊંચાઈ અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલી છે. પ્રશ્ન ૨૩૮. સૂક્ષ્મ નિગોદના જીવોના શરીરની અવગાહના કેટલી છે? ઉત્તરઃ સૂક્ષ્મ નિગોદના જીવોના શરીરની અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલી છે. પ્રશ્ન ર૩૯. એક સૂક્ષ્મ વાયુકાય જીવના શરીરની અવગાહના કેટલી છે? ઉત્તરઃ અનંતા સૂક્ષ્મ વનસ્પતિકાય જીવોના શરીરની જે અવગાહના છે. એટલે કે અનંતા જીવોનું જે એક શરીર છે. એટલી એક સૂક્ષ્મ વાયુકાય જીવની અવગાહના છે. પ્રશ્ન ૨૪૦. એક સૂક્ષ્મ તેઉકાયના જીવની શરીરની અવગાહના કેટલી છે? ઉત્તર: અસંખ્યાતા સૂક્ષ્મ વાયુકાય જીવોના શરીરની જે અવગાહનાતે એકસૂક્ષ્મ તેઉકાય જીવના શરીરની અવગાહના છે. પ્રશ્ન ૨૪૧. સૂક્ષ્મ અપકાયના જીવના શરીરની અવગાહના કેટલી છે? ઉત્તરઃ અસંખ્યાતા સૂક્ષ્મ તેઉકાય જીવોના શરીરની જે અવગાહના હોય છે તેટલી એક સૂક્ષ્મ અપકાય જીવના શરીરની અવગાહના છે. પ્રશ્ન ૨૪૨. એક સૂક્ષ્મ પૃથ્વીકાય જીવના શરીરની અવગાહના કેટલી છે?