________________
૪૩
જીવવિચાર સંક્ષેપથી પૂર્ણ થયું. ર૫ . પ્રશ્ન ૨૩૨. સિદ્ધના જીવો કેટલા પ્રકારે છે? ક્યા ક્યા? ઉત્તરઃ સિદ્ધનાજીવો સામાન્ય રીતે સિદ્ધિગતિમાં બધા એક જ પ્રકારનાં હોય છે. પણ સિદ્ધોની પૂર્વ અવસ્થાની અપેક્ષાએ તેના પંદર ભેદ પાડવામાં આવેલા છે. તે આ પ્રમાણે તીર્થસિદ્ધ, અતીર્થસિદ્ધ, એકસિદ્ધ, અનેકસિદ્ધ વગેરે, કહ્યાં છે. જેનું વર્ણન આગળ નવતત્વમાં કહેવાશે માટે અત્રે સંક્ષેપથી જાણવા એમ કહેલ છે. આ રીતે જીવોના ભેદોનું વર્ણન પૂરું થયું.
એએસિં જીવાણું શરીર-માઉ ઠિઈ સકાયમી પાણા જોણિ પ્રમાણે જેસિં જે અસ્થિતં ભણિમો. ર૬ . ભાવાર્થ એ જીવોનાં ભેદોની શરીરની ઉંચાઈ, આયુષ્ય, સ્વકાસ્થિતિ, પ્રાણ તથા યોની જે પ્રમાણે સૂત્રોમાં કહેલાં છે તે મુજબ કહીએ છીએ. ર૬ | પ્રશ્ર ર૩૩. પાચસો ત્રેસઠ (પ૬૩) જીવભેદોમાં કેટલા કારો કહેવાનાં છે? કિડ્યા ક્યા? ઉત્તરઃ પાંચસો ત્રેસઠ (પ૬૩) જીવભેદોમાં પાંચ કારોનું વર્ણન કરાય છે. તે આ પ્રમાણે (૧) શરીરની ઉંચાઈ =જીવોનાં શરીરની ઉંચાઈ, (૨) આયુષ્ય = જીવોને વધારે યા ઓછું કેટલું આયુષ્ય હોય તે, (૩) સ્વકાયસ્થિતિ, (૪) પ્રાણો, (૫) યોનિદ્વાર. પ્રશ્ર ર૩૪. સ્વકાયસ્થિતિ કોને કહેવાય છે? ઉત્તરઃ જે જીવો જેમાં ઉત્પન્ન થાય છે, તેમને તેમાં એટલે તેને તે કાયામાં કેટલા કાળ સુધી ઉત્પન્ન થઈ શકે તેનો જે વિચાર કરવો તે સ્વકાસ્થિતિ કહેવાય છે. પ્રશ્ન ૨૩૫. પ્રાણ કોને કહેવાય? ઉત્તર: અત્રેદ્રવ્યપ્રાણોની વિવક્ષા કરેલી છે. માટે જે જીવોને ટકાવી રાખે અથવા
જ્યાં ઉત્પન્ન થયા પછી જીવવા માટેની જે શક્તિ પેદા કરાવી શકે (જીવ પોતે કરે) તે દ્રવ્યપ્રાણ કહેવાય છે. પ્રશ્ર ર૩૬. યોની કોને કહેવાય? ઉત્તરઃ જીવને ઉત્પન્ન થવાના સ્થાન તે યોની કહેવાય છે. જે યોનીના વર્ણ-ગંધ-રસ-સ્પર્શ-સંસ્થાન એક સરખા હોય તેને એક યોની કહેવાય છે.