________________
૩૭
જીવવિચાર
ઓળખાય છે. આ પાંચેય વિમાનો મનુષ્ય ક્ષેત્રોમાં ચર (ફરતાં) હોવાથી તેના પાંચ ભેદો ગણાય છે. અને મનુષ્યલોક (ક્ષેત્રની) બહાર એ પાંચેય વિમાનો સ્થિર હોવાથી તે પાંચ ભેદ જુદા ગણાતા હોવાથી કુલ જયોતિષી દેવોના દશ (૧૦) ભેદો થાય છે. પ્રશ્ન ૨૦૮. વૈમાનિક દેવોનાં ભેદો કેટલા છે? ક્યા ક્યા? ઉત્તર: વૈમાનિક દેવોનાં મુખ્ય ભેદ બે છે. તે આ પ્રમાણે (૧)કલ્પોપન વૈમાનિક દેવો (૨) કલ્યાતિત વૈમાનિક દેવો. પ્રશ્ન ૨૦૯. કલ્પોપન વૈમાનિક દેવો કોને કહેવાય છે? ઉત્તર : વૈમાનિકના દેવલોકમાં સ્વામી, સેવક આદિનો મનુષ્યલોક પ્રમાણે વ્યવહાર ચાલતો હોવાથી કલ્પોપન્ન વૈમાનિક દેવો કહેવાય છે. પ્રશ્ન ૨૧૦. કલ્પાતિત વૈમાનિક દેવો કોને કહેવાય છે? ઉત્તર : જે વૈમાનિક દેવલોકમાં સ્વામી સેવક આદિનો મનુષ્યલોક પ્રમાણે વ્યવહાર ચાલતો ન હોય તે કલ્પાતિત વૈમાનિક દેવો કહેવાય છે. પ્રશ્ન ર૧૧. દેવો લબ્ધિ અપર્યાપ્તા હોય છે કે કરણ અપર્યાપ્તા? ઉત્તર : દેવો નિયમ કરણ અપર્યાપ્તા જ હોય છે. પ્રશ્ન ૨૧૨. કલ્પોપન વૈમાનિક દેવોનાં કેટલા ભેદો છે ક્યા ક્યા? ઉત્તરઃ કલ્યોપન્ન વૈમાનિક દેવોનાં ચોવીસ (૨૪) ભેદો થાય છે તે આ પ્રમાણે : સૌધર્માદિ બાર દેવલોકનાં, ત્રણ કલ્પોપન્ન, નવ લોકાંતિકદેવોના કુલ ૨૪ થાય. પ્રશ્ન ર૧૩. કલ્પાતીત વૈમાનિક દેવોનાં કેટલા ભેદો થાય છે? ક્યા ક્યા? ઉત્તરઃ કલ્પાતીત વૈમાનિક દેવોનાં ચૌદ (૧૪) ભેદો થાય છે તે આ પ્રમાણે : નવરૈવેયકનાદેવીના નવભેદો તથા પાંચ અનુત્તરદેવોના પાંચ ભેદો થઈને ચૌદ ભેદો થાય છે. પ્રશ્ન ૨૧૪. દેવોનાં કુલ ભેદો કેટલા થાય છે? ક્યા ક્યા? ઉત્તરઃ દેવોનાં કુલ એકસો અઠ્ઠાણું (૧૯૮) ભેદો થાય છે. ભવનપતિ દેવોના ૫૦ ભેદો = ૨૫ પર્યાપ્તા + ૨૫ અપર્યાપ્તા