________________
પ્રશ્નોત્તરી
૩૬
એક (૧૦૧) ભેદ તથા સમૂર્છાિમ અપર્યાપ્તા એકસો એક (૧૦૧) ભેદ. પ્રશ્ન ૨૦૩. કર્મભૂમિના ગર્ભજ અપર્યાપ્તા જીવોનાં કેટલા ભેદો છે? ક્યા? ઉત્તરઃ કર્મભૂમિના ગર્ભજ અપર્યાપ્તા જીવો બે પ્રકારનાં છે: (૧) લબ્ધિ અપર્યાપ્તા (ર) કરણ અપર્યાપ્તા.
દેવોના ભેદોનું વર્ણન 'દસહા ભવણાઈ-વઈ અવિહા વાણમંતરા હુંતિા
જોઈ સિયા પંચવિહા દુવિહા વેમાણિયા દેવા. ૨૪ ભાવાર્થ : દશ ભવનપતિ, આઠ યંતર, પાંચ જયોતિષી તથા બે પ્રકારનાં વૈમાનિકના દેવો કહેલા છે. ૨૪ પ્રશ્ન ૨9૪. દેવોના મુલભેદો કેટલા છે? ક્યા ક્યા? ઉત્તરઃ દેવોના મુલભેદો ચાર છે તે આ પ્રમાણે ઃ (૧) ભવનપતિના દેવો (૨) વ્યંતરના દેવો (૩) જયોતિષીનાં દેવો (૪) વૈમાનિકના એટલે કે વિમાનમાં રહેતા દેવો. પ્રશ્ન ૨૦૫. ભવનપતિનાં દેવો કેટલા પ્રકારનાં છે? ક્યા ક્યા? ઉત્તરઃ ભવનપતિના દેવોની જાતિ અસુરકુમાર વિગેરે દશ પ્રકારની છે. તે અપેક્ષાએ દશ પ્રકારે છે તથા પંદર (૧૫) પરમાધામી દેવોનો સમાવેશ આ દેવતાની જાતિમાં થાય છે. તેથી પરમાધામી દેવોના ભેદ સહિત ભવનપતિનાં પચ્ચીસ (૨૫) ભેદો કહેવાય છે. પ્રશ્ન ૨૦૬: વ્યતર જાતિનાં દેવો કેટલા પ્રકારના છે? ક્યા ક્યા? ઉત્તર: વ્યંતર જાતિના દેવો આઠ (૮) પ્રકારનાં છે તથા આ જાતિની વિશેષમાં વાણ વ્યંતર દેવોની જાતિ છે. તેના પણ આઠ (૮) પ્રકાર છે. તિર્યગજભક દેવતાઓની જાતિનો આ જાતિમાં સમાવેશ થતો હોવાથી તિર્યગજભકદેવો દશ (૧૦) પ્રકારનાં છે. એટલે કુલ વ્યંતરના ભેદો છવ્વીસ (૨૬) થાય છે. પ્રશ્ન ૨૦૭. જયોતિષી દેવોનાં કેટલા ભેદો છે? ક્યા ક્યા? ઉત્તરઃ જયોતિષી દ્વોનાં પાંચ ભેદો મુખ્ય છે. ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારા એ પાંચેય વિમાનોમાં રહેતા દેવતાઓ પાંચ જાતિ વિશેષના નામથી