________________
જીવવિચાર
પ્રશ્ન ૧૬૫. ખેચર જીવો કેટલા પ્રકારનાં છે? ક્યા ક્યા? ઉત્તરઃ (૧) રૂંવાટીની પાંખવાળા, (૨) ચામડાની પાંખવાળા. પ્રશ્ન ૧૬૬. રૂંવાટીની પાંખવાળા તિર્યંચ જીવો ક્યા ક્યા છે? ઉત્તરઃ રૂંવાટીવી પાંખવાળા તિર્યંચ જીવો અનેક પ્રકારનાં હોય છે. જેમ કે કબુતર, ચકલી, કોયલ વગેરે. પ્રશ્ન ૧૬૭. ચામડીની પાંખવાળા જીવો ક્યા ક્યા છે? ઉત્તર: ચામડીની પાંખવાળાજીવોઅનેક પ્રકારનાં હોય છે. જેમકેચામાચડીયા વગેરે. પ્રશ્ન ૧૬૮. મનુષ્ય લોકની બહાર ખેચર જીવો ક્યા પ્રકારના હોય છે? ઉત્તરઃ મનુષ્ય લોકની બહાર ખેચર જીવો જે ઉઘાડેલી પાંખવાળા હોય છે તે ઉઘાડેલી પાંખવાળા રહે છે. જે બીડાયેલી પાંખવાળા હોય તે બીડાયેલી પાંખવાળા રહે છે. પ્રશ્ન ૧૯૯૦ જલચર જીવો કેટલા પ્રકારે છે? ક્યા ક્યા? ઉત્તર: જલચર જીવો બે પ્રકારનાં છે: (૧) સમૂર્છાિમ જલચર જીવો (૨) ગર્ભજ જલચર જીવો. પ્રશ્ન ૧૭૦. સ્થલચર (ચતુષ્પદ -ઉરપરિસર્પ-ભૂજપરિસર્પ) જીવો કેટલા પ્રકારના છે ?ક્યા ક્યા? ઉત્તરઃ સ્થલચર (ચતુષ્પદ -ઉરપરિસર્પ-ભૂજપરિસર્પ) જીવો સમૂર્છાિમ અને ગર્ભજ એમ બે પ્રકારે છે. પ્રશ્ન ૧૭૧.જલચર આદિ સમૂર્છાિમ પાંચ પ્રકારનાં જીવો કેટલા કેટલા પ્રકારે છે? ઉત્તરઃ જલચર, ચતુષ્પદ ઉરપરિસર્પ ભુજપરિસર્પ અને ખેચર સમૂએિંમ જીવો બબ્બે પ્રકારે છેઃ (૧) સમૂર્છાિમ અપર્યાપ્તાજીવો (૨) સમૂર્છાિમ પર્યાપ્તાજીવો. પ્રશ્ન ૧૭૨.જલચર આદિ ગર્ભજ પાંચેય પ્રકારનાં જીવોનાં કેટલા ભેદો છે? ઉત્તરઃ જલચર આદિ ગર્ભજ પાંચ પ્રકારનાં જીવોનાં બબ્બે ભેદો હોય છે : (૧) ગર્ભજ અપર્યાપ્તા જીવો (૨) ગર્ભજ પર્યાપ્તા જીવો. પ્રશ્ન ૧૭૩. સમૂર્છાિમ જીવો કોને કહેવાય છે? ઉત્તર : જે જીવો ગર્ભ વિના સ્વાભાવિક રીતે ઉત્પન્ન થાય તે સમૂર્છાિમ જીવો