________________
પ્રશ્નોત્તરી
૨૮
વિશેષ છે. માછલા, કાચબા, ગાહા વગેરે જીવોને જલચર જીવો કહેવાય છે પ્રશ્ન ૧૫૫. સ્થલચર જીવો કોને કહેવાય છે? ઉત્તર : જે જીવો જમીન ઉપર ચાલતા હોય છે તે સ્થલચર જીવો કહેવાય છે. પ્રશ્ન ૧૫૯. ખેચર જીવો કોને કહેવાય છે? ઉત્તરઃ જે આકાશમાં ઉડતાં હોય તે ખેચર જીવો કહેવાય છે. પ્રશ્ન ૧૫૭. સ્થલચર જીવોનાં કેટલા પ્રકારો છે? ઉત્તરઃ સ્થલચર જીવોનાં પ્રકારો છે. (૧) ચતુષ્પદ સ્થલચર (૨) પરિસર્પ સ્થલચર જીવો. પ્રશ્ન ૧૫૮. ચતુષ્પદ સ્થલચર જીવો કોને કહેવાય છે? ઉત્તરઃ ચતુષ્પદ સ્થલચર એટલે જે જીવોને ચાર પગો હોય છે. પ્રશ્ન ૧૫૯. પરિસર્પ સ્થલચર જીવોના કેટલા ભેદ છે? ઉત્તરઃ પરિસર્પ સ્થલચર જીવોના બે ભેદો છે. (૧) ઉરપરિસર્પ સ્થલચર, (૨) ભુજપરિસર્પ સ્થલચર તિર્યંચ જીવો. પ્રશ્ન ૧૬૦. ઉરપરિસર્પ સ્થલચર તિર્યંચ જીવો કોને કહેવાય? ઉત્તરઃ જે જીવો છાતી યા પેટથી ચાલનારા હોય છે તે ઉરપરિસર્પ સ્થલચર તિર્યંચ જીવો કહેવાય છે. પ્રશ્ન ૧૬૧. ભુજપરિસર્પ તિર્યંચ જીવો કોને કહેવાય છે? ઉત્તરઃ જે જીવો ભુજાઓથી ચાલતા હોય છે તે જીવોને ભુજપરિસર્પ સ્થલચર તિર્થી જીવો કહેવાય છે. પ્રશ્ન ૧૬૨. ચતુષ્પદ તિર્યંચ જીવો ક્યા ક્યા સમજવા? ઉત્તર: ચતુષ્પદ તિર્યંચ જીવો અનેક પ્રકારના હોય છે. જેમ કે હાથી, ઘોડા, ગાય, બળદ, બકરી વગેરે. પ્રશ્ન ૧૬૩. ઉરપરિસર્પ તિર્યંચ જીવો ક્યા ક્યા સમજવા? ઉત્તરઃ ઉરપરિસર્પ સ્થલચર તિર્યંચ જીવો ઘણા પ્રકારનાં છે. જેમ કે સર્પ. પ્રશ્ન ૧૬૪. ભુજપરિસર્પ સ્થલચરતિય જીવો ક્યા ક્યા સમજવા? ઉત્તરઃ ભુજપરિસર્પ જીવો અનેક પ્રકારનાં છે. જેમ કે નોળીયો.