________________
જીવવિચાર
ખયરા રોમય પી ચન્મયપષ્મી ય પાડાચેવા નરલોગાઓ બાહિ સમુચ્ચપકુખી વિયયપખી. ૨૨
સર્વે જલ-થલ-ખયરા સમુચ્છિમા ગબ્બયા દુહા હુતિ ભાવાર્થ - તિર્યંચ પંચેન્દ્રિય જીવો ત્રણ પ્રકારનાં છે. (૧) જલચર (૨) સ્થલચર (૩)ખેચર જીવો તેમાં સુસુમાર, માછલાં, કાચબા, ગાહા તથા મગરો વગેરે જલચર જીવો કહેવાય છે. / ૨૦ સ્થલચર જીવો ત્રણ પ્રકારના છે. (૧) ચતુષ્પદ, (૨) ઉરપરિસર્પ, (૩) ભુજપરિસર્પ. ચાર પગવાળા જીવો ચતુષ્પદ કહેવાય છે. છાતીથી ચાલનારા સર્પ વગેરે ઉરપરિસર્પજીવો કહેવાય છે. અને ભુજાથી ચાલનારાનોળિયાવગેરે ભુજપરિસર્પ જીવો કહેવાય છે. તે ૨૧. ખેચરજીવોરૂંવાટીની પાંખવાળા તથા ચામડાની પાંખવાળા હોય છે. મનુષ્યલોકની બહાર ઉઘાડેલી પાંખવાળા એવા જ રહે છે તથા બીડેલી પાંખવાળા જીવો તેવા જ રહે છે. ૨૨ છે. - સઘળાય જલચલ, સ્થલચર તથા ખેચર જીવો સમુશ્કેિમ તથા ગર્ભજ એમ બે પ્રકારના છે. પ્રશ્ન ૧૫ર. તિર્યંચ કોને કહેવાય છે? ઉત્તરઃ જે તિર્થો ચાલે તે તિર્યંચ કહેવાય અથવા પોતાના કર્મના ઉદયથી સઘળી ગતિઓને વિષે ઉત્પન્ન થાય તે તિર્યંચ કહેવાય છે. પ્રશ્ન ૧૫૩. તિર્યંચ પંચેન્દ્રિય જીવોનાં ભેદો કેટલા છે? ક્યા ક્યા? ઉત્તરઃ તિર્યંચ પંચેન્દ્રિય જીવોના ત્રણ ભેદો છે. (૧) જલચર તિર્યંચ પંચેન્દ્રિય જીવો, (૨) સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિય જીવો, (૩) ખેચર તિર્યંચ પંચેન્દ્રિય જીવો. પ્રશ્ર ૧૫૪. જલચર તિર્યંચ પંચેન્દ્રિય જીવો ક્યા ક્યા સમજવા? ઉત્તર : જલચર તિર્યંચ પંચેન્દ્રિય જીવો ઘણાં પ્રકારનાં છે. જે પાણીમાં ઉત્પન્ન થઈને પાણીમાં જ જીવનારા હોય છે તે જલચર કહેવાય. જેમ કે સુસુમાર પ્રાણી