________________
પ્રશોત્તરી
ઉત્તરઃ નરકનાં ક્ષેત્રમાં ઘણી જ ગરમી રહેલી હોય છે. તે સામાન્ય દષ્ટાંતથી સમજાવાય છે. કહ્યું છે કે જુવાન તંદુરસ્ત લુહારનો છોકરો ઘડા જેવા લોખંડના ગોળાને તપાવી તપાવીને અને વારંવાર કુટી કુટીને પંદર દિવસ સુધી રાતદિવસ) અખંડ મહેનત કરીને ગોળાને ઠંડો કર્યા પછી નરકના ક્ષેત્રમાં મૂકેમૂક્યા પછી આંખ બંધ કરી ઉઘાડેતેટલા સમયમાં લેવા જાય તો તેના હાથમાં લોખંડનો નાનામાં નાનો એક કણીયો પણ આવતો નથી. આ ગોળો જેવો મૂકાય છે તેવા જતેના બધા પુદ્ગલો વિખરાઈ જાય છે. એટલી ભયંકર ગરમી હોય છે. અથવા એમ પણ કહેવાય છે કે નારકીના જીવોને કોઈ દેવ ઉપાડીને અહીંયા મનુષ્ય ક્ષેત્રમાં ઈટના નિભાંડામાં (ઈટ પકવવાની અગ્નિમાં) મૂકે તો છ મહિના સુધી મજેથી ઉધી જાય અર્થાત તેને વેદનાનો અનુભવ થતો નથી. ઈટના નિભાંડા કરતાં કઈ ગુણી ગરમી નારકીમાં હોય છે. પ્રશ્ન ૧૪૯ નરક ક્ષેત્રોમાં શીત વેદના કેટલી હોય છે? ઉત્તર નરક ક્ષેત્રોમાં શીત વેદના પણ ઘણી જ ભંયકર હોય છે. કહ્યું છે કે ઉપર મુજબના લોખંડના ગોળાને તપાવીને લાલચોળ બનાવી સાણસાથી પકડી નરકમાં મૂકે તો ગોળો એકદમ ઓગળી જાય છે. અને એકપણ કણ હાથમાં આવતો નથી. આ દગંતથી પણ અતિ ભયંકર ઠંડી ત્યાં રહેલી હોય છે. પ્રશ્ન ૧૫૦. નારકના જીવના કુલ ભેદો કેટલા થાય છે? ઉત્તર: નારકીના જીવોના કુલ ભેદો ચૌદ થાય છે. તે આ પ્રમાણે સાત નારકીના સાત અપર્યાપ્તા (નારકીના) જીવો તથા સાત પર્યાપ્તા નારકીના જીવથઈ ચૌદ ભેદો થાય છે. પ્રશ્ન ૧૫૧. નારકીના જીવો લબ્ધિ અપર્યાપ્તા હોય કે કરણ અપર્યાપ્તા? ઉત્તરઃ નારકીના જીવોમાંથી જે અપર્યાપ્તા જેવો હોય છે તે નિયમા કરણ અપર્યાપ્તા જ હોય છે. લબ્ધિ અપર્યાપ્તા હોતા નથી.
જલયર થલયર ખયરાતિવિહા પંચિંદિયા તિરિક્તાયા સુસુમાર મચ્છ કચ્છવ ગાહા મગરા ય જલચારી | ૨૦ ચઉપય ઉરપરિસખા ભયપરિસપ્પાય થલચરા તિવિહારી ગોસખ નઉલ પમુહા બોધવા તે સમાસણ I ૨૧