________________
૨૫
જીવવિચાર
પ્રશ્ર ૧૪૪. કઈ કઈ નારકીનાં કેટલાં કેટલાં નરકાવાસો છે? ઉત્તરઃપહેલી ધમ્મા નામની નારકીનાં ત્રીસ (૩૦) લાખ નરકાવાસો છે. બીજી વંશા નામની નારકીમાં પચ્ચીસ (૨૫) લાખનારકાવાસો છે. ત્રીજી શેલા નામની નારકીમાં પંદર (૧૫) લાખનારકાવાસોછે. ચોથી અંજના નામની નારકી માંદશ (૧૦) લાખ નરકાવાસી છે. પાંચમી રિખા નામની નારકીનાં ત્રણ (૩) લાખ નરકાવાસો છે. છઠ્ઠીમઘા નામની નારકમાં એક લાખમાં પાંચ ઓછા એટલે કે ૯૯૯૯૫નરકાવાસી છે. અને સાતમીમાઘવતી નારકીમાં પાંચ નરકાવાસો છે. એમ કુલ ચોરાસી (૮૪) લાખ નરકાવાસો શાસ્ત્રમાં કહેલા છે. પ્રશ્ન ૧૪૫. નરકગતિમાં દુર્ગધ કેટલી હોય છે? ઉત્તર:નરકગતિમાંદુર્ગધ ઘણી જ હોય છે. જેમ કે મરેલી ગાયોના કલેવરો સડતાં હોય. મરેલા ઘોડાઓનાં કલેવરો સડતાં હોય. મરેલી બિલાડીઓના કલેવરો સડતાં હોય. મરેલા હાથીઓના કલેવરો સડતાં હોય. મરેલા સિંહોના કલેવરો સડતાં હોય. મરેલા વાઘના કલેવરો સડતાં હોય. મરેલા ચિત્તાઓના કલેવરો સડતાં હોય આવા અનેક પ્રકારના જાનવરોના સડતા કલેવરોની દુર્ગંધ ફેલાઈ ઊઠે છે તેના કરતાં અતિ ભયંકર દુર્ગધ દરેક નરકાવાસોમાં રહેલી છે. પ્રશ્ન ૧૪૬. નારકીના જીવોને ભૂખની વેદના કેટલી હોય છે? ઉત્તર નારકનાં જીવોને ભૂખની વેદના ઘણી જ હોય છે. કહ્યું છે કે નારકીનાં એક જીવને જગતમાં રહેલાં શુભયાઅશુભ જેટલા આહાર કરવા યોગ્ય પદાર્થો છે તે સઘળા ખવડાવી દેવામાં આવે તો પણ તેઓને તૃપ્તિ થતી નથી. અર્થાત ભૂખ શમતી નથી એવી ભયંકર ભૂખની વેદના નારકમાં હોય છે. પ્રશ્ન ૧૪૭. નારકીના જીવોની તૃષાની (તરસની) વેદના કેટલી હોય છે? ઉત્તર નારકીનાં જીવોની તૃષાનીવેદના પણ ઘણીજભયંકર હોય છે. કહ્યું છેકેનારકીનાં કોઈપણ એક જીવને જગતમાં રહેલા સર્વસમુદ્રોનું પાણી પીવડાવવામાં આવે અર્થાત સઘળા સમુદ્રોનું પાણી એકનારકી પાન કરી જાય તો પણ તેજીવની તૃષા શમતી નથી. એવા પ્રકારની અશાતા વેદનીયના ઉદયથી ભયંકર તૃષા વેદના થાય છે. પ્રશ્ન ૧૪૮. નારકનાં ક્ષેત્રમાં ઉષ્ણવેદના એટલે ગરમી કેટલી હોય છે?