________________
૨૪
પ્રશ્નોત્તરી
ઉત્તર તમપ્રભા પૃથ્વીની જાડાઈ એક લાખ સોળ હજાર (૧,૧૬,૦૦૦) યોજનની છે. _પ્રશ્ન ૧૩૮. તમસ્તમ-પ્રભા પૃથ્વીની જાડાઈ કેટલી છે? ઉત્તર: તમસ્તમ-પ્રભા પૃથ્વીની જાડાઈ એક લાખ આઠ હજાર (૧,૦૮,૦૦૦) યોજનની છે. પ્રશ્ન ૧૩૯. એક યોજનના માઈલ કેટલા છે? ઉત્તરઃ શાસ્ત્ર દષ્ટિએ એક યોજનાનાં બત્રીસો (૩૨,૦૦) માઈલ જાણવા. પ્રશ્ન ૧૪૦. રત્નપ્રભા આદિ પૃથ્વીમાં રહેલાં નરકાવાસોનાં ગોત્રના નામો
ક્યા ક્યા છે? ઉત્તરઃ રત્નપ્રભા આદિ પૃથ્વીમાં રહેલા નરકાવાસોના ગોત્રના નામો નીચે પ્રમાણે છે. (૧) રત્નપ્રભા પૃથ્વીમાં રહેલા નરકાવાસો ધમ્મા નામથી ઓળખાય છે. (૨) શર્કરામભા પૃથ્વીમાં રહેલા નરકાવાસો વંશા નામથી ઓળખાય છે. (૩) વાલુકાપ્રભા પૃથ્વીમાં રહેલા નરકાવાસો સેલા નામથી ઓળખાય છે. (૪) પંwભા પૃથ્વીમાં રહેલા નરકાવાસો અંજના નામથી ઓળખાય છે. (૫) ધૂમપ્રભા પૃથ્વીમાં રહેલા નરકાવાસો રિષ્ટા નામથી ઓળખાય છે. (૬) તમપ્રભા પૃથ્વીમાં રહેલા નરકાવાસો મઘા નામથી ઓળખાય છે. (૭) તમસ્તમપ્રભા પૃથ્વીમાં રહેલાનરકાવાસો માધવતી નામથી ઓળખાય છે. પ્રશ્ન ૧૪૧. આ સાતેય નરકાવાસો (નારકો) કેવી રીતે રહેલા છે? ઉત્તરઃ આસાતેય નરકાવાસો (નારકો) છત્રાતિછત્ર એટલે પહેલું એક નાનું છત્ર તેના નીચે મોટું છત્ર એમ તેનાથી મોટું ઉઘા રાખેલ હોય તેવી રીતે નરકાવાસો (નારકો) રહેલા છે. પ્રશ્ન ૧૪૨. સાતેયનારકોમાં થઈને નરકાવાસો કેટલા થાય છે? ઉત્તરઃ સાતેય નરકાવાસોની ચોર્યાસી લાખ (૮૪,૦૦,૦૦૦) સંખ્યા થાય છે. પ્રશ્ન ૧૪૩. નરકાવાસ કોને કહેવાય છે? ઉત્તરઃ નારકીના જીવોને રહેવાનાં એક એક જુદા જુદા જે વાસો (સ્થાનો) તે નરકાવાસો કહેવાય છે.