________________
૨૩
જીવવિચાર
ઉત્તરઃ આ સાતેય પૃથ્વીઓ અપોલોકમાં ક્રમસર એકએક પૃથ્વીની નીચે આવેલી છે. પ્રશ્ન ૧૨૮. રત્નપ્રભા પૃથ્વીના કેટલા કાંડ (ભાગ) પડે છે? ઉત્તરઃ રત્નપ્રભા પૃથ્વીના ત્રણ કાંડ (ભાગ) પડે છે: (૧) રત્નકાંડ અથવા ખરકાંડ, (૨) પંકબહુલકાંડ, (૩) જલબહુલકાંડ. પ્રશ્ન ૧૨૯. રત્નપ્રભા પૃથ્વીનો રત્નકાંડ કેટલા યોજનાનો છે? ઉત્તરઃ રત્નપ્રભા પૃથ્વીનો રત્નકાંડ અથવા ખરકાંડ સોળ હજાર (૧૬0) યોજનનો છે. પ્રશ્ન ૧૩૦ઃ રત્નપ્રભા પૃથ્વીનો કબહુલકાંડ કેટલા યોજનાનો છે? ઉત્તરઃ રત્નપ્રભા પૃથ્વીનો પંકબહુલકાંડચોર્યાસી હજાર (૮૪,0) યોજનાનો છે. પ્રશ્ન ૧૩૧.રત્નપ્રભા પૃથ્વીનો જલબહુલકાંડ કેટલા યોજનાનો છે? ઉત્તરઃ રત્નપ્રભા પૃથ્વીનો જલબહુલકાંડ એંશી હજાર (૮૦,૦%) યોજનાનો છે. પ્રશ્ન ૧૩૨. રત્નપ્રભા પૃથ્વીની જાડાઈ-ઉચાઈ કેટલી છે? ઉત્તરઃરપ્રભા પૃથ્વીની જાડાઈ-સ્થાઈ એક લાખ એંશી હજાર (૧,૮૦,૦૦૦) યોજનની છે. પ્રશ્ન ૧૩૩. શર્કરામભા પૃથ્વીની જાડાઈ-ઉચાઈ કેટલી છે? ઉત્તરઃ શર્કરપ્રભા પૃથ્વીની જાડાઈ-ઉચાઈ એક લાખ બત્રીસ હજાર (૧,૩૨,૦૦) યોજનની છે. પ્રશ્ન ૧૩૪. વાલુકાપ્રભા પૃથ્વીની ઉચાઈ-જાડાઈ કેટલી છે? ઉત્તરઃ વાલુકાપ્રભા પૃથ્વીની ઉચાઈ-જાડાઈ એક લાખ અઠ્ઠાવીસ હજાર (૧, ૨૮,૦૦૦) યોજનની છે. પ્રશ્ન ૧૩૫. પંકપ્રભા પૃથ્વીની જાડાઈ-ઉચાઈ કેટલી છે? ઉત્તરઃ પંકપ્રભા પૃથ્વીની જાડાઈ-ઉંચાઈ એક લાખ વીસ હજાર (૧,૨૦,૦૦૦) યોજનની છે. પ્રશ્ન ૧૩. ધૂમપ્રભા પૃથ્વીની જાડાઈ-ઉચાઈ કેટલી છે? ઉત્તરઃ ધૂમપ્રભા પૃથ્વીની જાડાઈ-ઉંચાઈ એક લાખ અઢાર હજાર (૧,૧૮,૦૦૦) યોજનની છે. પ્રશ્ન ૧૩૭. તમ:પ્રભા પૃથ્વીની જાડાઈ કેટલી છે?