________________
૨૨
પ્રશ્નોત્તરી
ઉત્તર ઃ ચઉરિન્દ્રિય જીવોને સૂક્ષ્મરૂપે છ અથવા આઠ પગ મોટે ભાગે હોય છે. પંચેન્દ્રિયનું વર્ણન
પંચિદિયા ય ચઉહા નારય તિરિય મણુસ્સેદેવાય | નેરઈયા સત્તવિહા નાયવ્વા પુઢવીભેએણં ॥ ૧૯ ॥ ભાવાર્થ : પંચેન્દ્રિય જીવો ચાર પ્રકારના કહેલા છે. નારકી-તિર્યંચ-મનુષ્યદેવ તેમાં (રત્નપ્રભાદિ) પૃથ્વીના ભેદોથી નારકીના જીવો સાત
પ્રકારે જાણવા ।। ૧૯ ||
પ્રશ્ન ૧૨ ૨. પંચેન્દ્રિય જીવોનાં કેટલાં પ્રકાર છે ? ક્યા ક્યા ? ઉત્તર : પંચેન્દ્રિય જીવોના ચાર પ્રકાર છે તે આ પ્રમાણે છે. (૧) નારકીના જીવો (૨) તિર્યંચના જીવો (૩) મનુષ્યના જીવો અને (૪) દેવના જીવો. પ્રશ્ન ૧૨૩. પંચેન્દ્રિય કોને કહેવાય છે ?
ઉત્તર ઃ જે જીવોને સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય, પ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય તથા શ્રોતેન્દ્રિય એ પાંચ ઇન્દ્રિયો હોય છે અર્થાત્ ચામડી, જીભ, નાક, આંખ અને કાન એ પાંચેય જે જીવોને હોય તે પંચેન્દ્રિય જીવો કહેવાય છે. પ્રશ્ન ૧૨૪. નાસ્કી જીવો કોને કહેવાય છે ?
ઉત્તર ઃ જે જીવોને મોટે ભાગે બધાજ અશુભ કર્મોનું ફળ ભોગવવું પડે તે અથવા મનુષ્ય અને તિર્યંચની યોગ્યતાને ઉલ્લંધન કરીને ખરાબ જગ્યા રત્નપ્રભા આદિમાં જે ઉત્પન્ન થયા હોય તે નારકીનાં જીવો કહેવાય છે. પ્રશ્ન ૧૨૫. આ નારકીનાં સ્થાનો ક્યાં આવેલા છે ?
ઉત્તર ઃઆનારકીઓનાંસ્થાનો રત્નપ્રભા આદિ પૃથ્વી અધોગતિમાંઆવેલા છે. પ્રશ્ન ૧૨૬. નારકીનાં સ્થાનોની રત્નપ્રભા આદિ પૃથ્વીઓ કેટલી છે ?કઇ ? ઉત્તર ઃ : નારકીનાં સ્થાનોની રત્નપ્રભા આદિ સાત પૃથ્વીઓ છે. તેના નામો આ પ્રમાણે છે. (૧) રત્નપ્રભા પૃથ્વી (૨) શર્કરાપ્રભા પૃથ્વી (૩) વાલુકાપ્રભા પૃથ્વી (૪) પંકપ્રભા પૃથ્વી (૫) ધૂમપ્રભા પૃથ્વી (૬) તમ પ્રભા પૃથ્વી (૭)તમસ્તમપ્રભા પૃથ્વી છે.
પ્રશ્ન ૧૨૭. આ સાતેય પૃથ્વીઓ અધોલોકમાં ક્યાં આવેલી છે ?