________________
પ્રશ્નોતરી
પર
પ્રશ્ન ૩૬૭. અનાર્ય ખંડના દેશો કેટલા હોય છે? ઉત્તરઃ પાંચ ખંડના અનાર્ય દેશો પ૩૩૬ થાય છે. પ્રશ્ન ૩૬૮. એક આર્ય ખંડમાં આર્ય દેશો કેટલા હોય છે? ઉત્તરઃ એક આર્ય ખંડમાં પ૩૨૦ આર્ય દેશો હોય છે. પ્રશ્ન ૩૬૯. આ આર્ય અનાર્ય કેટલા ક્ષેત્રમાં હોય છે? ઉત્તરઃ આ આર્ય અનાર્ય ભેદો ભરત-ઐરાવત ક્ષેત્ર તેમજ મહાવિદેહ ક્ષેત્રની બત્રીસે વિજયોમાં હોય છે. પ્રશ્ન ૩૭૦. મહાવિદેહ ક્ષેત્રની બત્રીસે વિજયોમાં અનાર્ય ક્ષેત્રો શાથી હોય? ઉત્તર : જે વિજય અથવા ક્ષેત્રમાં છ ખંડ પડતાં હોય છે ત્યાં આર્ય અનાર્ય જાતિવાળા મનુષ્યો હોય છે. તે કારણથી દરેક વિજયમાં હોય તેમ કહેવાય છે. પ્રશ્ન ૩૭૧. મધ્ય ખંડને વિષે શું હોય છે? | ઉત્તરઃ મધ્ય ખંડને વિષે એક કોટિ શીલા હોય છે. પ્રશ્ન ૩૭૨. આ કોટિશીલાને કોણ ઉપાડે છે? ક્યારે ? ઉત્તરઃ આ કોટિશીલાને વાસુદેવો ખંડની સાધના પછી એટલે ખંડ સાધ્યા પછી ઉપાડી શકે છે. પ્રશ્ન ૩૭૩. જંબુદ્વીપમાં કુલ બીલની સંખ્યા કેટલી હોય છે? કઈ રીતે? ઉત્તરઃ જમ્બુદ્વીપમાં ૨૪૪૮ બીલો હોય છે તે આ પ્રમાણે દરેક વૈતાઢય પર્વતની વચમાં બે ભાગ પડે, દરેક ભાગે બબ્બતટ ૨*૨=૪થાય. દરેકત/નવ બીલો હોય એટલે ૪૪૯=૩૬ બીલો થાય. ૩૪ વૈતાઢય પર્વતના બબ્બે ભાગ ગણતાં ૬૮ થાય માટે ૩૬ ૪૬૮ કરતાં ૨૪૪૮ બીલોની સંખ્યા થાય છે.
* જંબૂદ્વીપ સંગ્રહણી સમાપ્ત જંબુદ્વીપ સંબંધી નદીઓ, દ્રહો, પર્વતો, કૂટો, જિન ચેત્યો
પ્રપાતકુંડો, પ્રાસાદભવનો વગેરેને જણાવતું વર્ણન. પ્રશ્ન ૩૭૪. ગંગા નદી વિષેનાં દ્વારા ક્યા ક્યા? ઉત્તર : ગંગા નદીમાં ઘટિત દ્વારા આ પ્રમાણે પૂર્વપદ્મદ્રહમાંથી નીકળે છે. પૂર્વ ભારતમાં વહે છે. ૧૪૦૦૦ નદીનાં પરિવારવાળી હોય. દક્ષિણ તરફ લવણ