________________
પ૧
લધુસંગ્રહણી
પ્રશ્ન ૩૬૩. ભરત-ઐરાવતના મધ્યખંડ સિવાયના ખંડોમાં કઈ જાતિના મનુષ્યો હોય છે? ઉત્તરઃ ભરત-ઐરાવતના મધ્યખંડ સિવાયના ખંડોમાં અનાર્યદેશોવાળા મનુષ્યો હોય છે. પ્રશ્ન ૩૬૪. ભરત-ઐરાવત ક્ષેત્રમાં ધર્મ ક્યા ખંડમાં અને દેશોમાં હોય છે? ઉત્તરઃ ભરત-ઐરાવત ક્ષેત્રના મધ્યખંડને વિષે ધર્મ હોય છે. તેના કારણે રપા આર્ય દેશમાં ધર્મ ગણાય છે. પ્રશ્ન ૩૬૫ ૨પા આર્ય દેશના નામો તથા રાજધાનીના નામોક્યાક્યા? ઉત્તર: સાડી પચ્ચીશ આર્ય દેશ તથા તેની રાજધાનીના નામો આ પ્રમાણે છે :દેશનામ રાજધાની દેશનામ રાજધાની મગધદેશ રાજગૃહી મલયદેશ ભદ્દીલપુર અંગદેશ ચંપાપુરી સંદર્ભદેશ નાંદીપુર બંગદેશ તામ્રલીખી
વરૂણદેશ પુનરૂચ્છાપુરી કાશીદેશ વાણારસી
મસ્યદેશ વૈરાટનગરીમન્સપુરી કિલીંગદેશ કાંચનપુરી ચેદીશ શુક્લીમતીપુરી કોશલદેશ અયોધ્યા દર્શાણદેશ મૃત્તિકાપુરી કુરૂદેશ
હસ્તિનાપુર સિંધુદેશ વિત્તભય નગરી કુશાર્તદશ સૌર્યપુર સૌવીરદેશ
મથુરાપુરી પંચાલદેશ કાંપીલ્યપુર સુરસેનદેશ અપાપાપુરી , જંગલદેશ અહીછત્રાપુરી વતંદેશ ભેગીપુરી વિદેહદેશ મિથિલાપુરી કુણાલદેશ શ્રાવસ્તીપુરી સોરઠદેશ દ્વારીકા લાદેશ કોટવર્ષપુરી વત્સદેશ કૌશંબીપુરી કનકાઈદેશ શ્વેતાંબીપુરી
પ્રશ્ન ૩૬૬. નિમિત્ત ભેદથી આર્યો કેટલા પ્રકારના હોય છે? ક્યા ક્યા? ઉત્તરઃ નિમિત્ત ભેદથી આર્યો છ પ્રકારના હોય છે. (૧) ક્ષેત્ર આર્ય (૨) જાતિ આર્ય (૩) કુલ આર્ય (૪) કર્મ આર્ય (0) શિલ્પ આર્ય (૬) ભાષા આર્ય.