________________
પ્રશ્નોત્તરી
ગોમી અંકણ જુઆ પિખીલી ઉદદેહિયાય મકકોડા ઇલ્લિય ઘય મિલ્લીઓ સાવય ગોકીડજાઈઓ. ૧૬
ગદહાય ચોરકીડા ગોમય કીડા ય ધનકીડા થા.
કુંથુ ગોવાલિય ઇલિયા તેઈદિય ઈદગોવાઈ I ૧૭ II ભાવાર્થ માંકડ, જૂ, કીડી, ઉધઈ, મંકોડા, ઈયળ, ધીમેલ, ગાયના કાનમાં થતાં કિડા, છાણના કીડા, કુંથુવા, ગોપાલક અને ઈન્દ્રગોપ વગેરે અનેક તેઇન્દ્રિય જીવો કહેલાં છે. તે ૧૬ // ૧૭| પ્રશ્ન ૧૦૯. તેઈન્દ્રિય જીવો કોને કહેવાય છે? ઉત્તરઃ જે જીવોને સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય અને પ્રાણેન્દ્રિય એ ત્રણ ઇન્દ્રિયો હોય તે તે ઇન્દ્રિય જીવો કહેવાય છે. પ્રશ્ન ૧૧૦. તે ઇન્દ્રિય જીવોનાં ભેદો કેટલા છે? ક્યા ક્યા? ઉત્તર: તે ઇન્દ્રિય જીવોના બે ભેદો છે. (૧) અપર્યાપ્તા તેઈન્દ્રિય જીવો (૨) પર્યાપ્તા તેઇન્દ્રિય જીવો. પ્રશ્ન ૧૧૧. પર્યાપ્તા તેઈન્દ્રિય જીવો ક્યા ક્યા જાણવા? ઉત્તર: તે ઇન્દ્રિય જીવો શાસ્ત્રમાં અનેક પ્રકારનાં કહેલાં છે. તેમાંથી થોડા નામો નીચે પ્રમાણે છે. માંકડ, જૂ, કીડી, મંકોડા, ઈયળ,ધીમેલ, ધીમાં ઉત્પન્ન થતાં જીવ વિશેષ, મનુષ્યના કેશમાં ઉત્પન્ન થતાં જીવવિશેષનેઆવા કહેવાય છે. ગાયના કાનમાં થતાં કીડા તે ગોકડ કહેવાય છે. ગર્દભક ચોર કીડા, છાણના કીડા, અનાજના કીડા, કુંથુવા ગુવાળી અને ઇન્દ્રગોપ વગેરે અનેક પ્રકારનાં જીવો છે. પ્રશ્ન ૧૧૨. અપર્યાપ્તા તે ઇન્દ્રિય જીવો કેટલા પ્રકારનાં છે? ક્યા? ઉત્તરઃ અપર્યાપ્તા તે ઇન્દ્રિય જીવો બે પ્રકારનાં છે. (૧) લબ્ધિ અપર્યાપ્તા (૨) કરણ અપર્યાપ્તા
ચઉરિદિયાય વિચ્છ ઢિંકુણ ભમરા ય ભમરિયાતિડા
મચ્છિયડસા મસગા કંસારી કવિલ ડોલાઈ ! ૧૮. ભાવાર્થ ચઉરિન્દ્રિય જીવો વિંછી ઢિંકણ ભમરા ભમરી તીડ માખી ડાંસ મચ્છર કંસારીક વગેરે અનેક પ્રકારના જીવો હોય છે. તે ૧૮