________________
૧૯
જીવવિચાર
આ રીતે સ્થાવર જીવોનું વર્ણન પૂરું થયું હવે ત્રસ જીવોનું વર્ણન કરાય છે. પ્રશ્ન ૧૦૪. ત્રસ જીવો કેટલા પ્રકારના છે? ક્યા ક્યા? ઉત્તર : ત્રસ જીવો ચાર પ્રકારના છે. (૧) બેઈન્દ્રિય ત્રસ જીવો (૨) તેઈન્દ્રિય ત્રસ જીવો (૩) ચઉરિન્દ્રિય ત્રાસ જીવો (૪) પંચેન્દ્રિય ત્રસ જીવો.
સંખ કવય ગંડુલ જલોય ચંદણગ અલસ લહગાઈ
મેહરિ કિમિ પુઅરગ બેઇન્દ્રિય માર્યવાહાઈI ૧૫ ભાવાર્થઃ શંખ, કોડા, ગંડોલા, જલો, ચંદનક, અળસીયા, લાળીયા, જીવો લાકડામાં ઉત્પન્ન થતા કીડા પેટમાં નાનામાં નાના થતાં કૃમિઓ, પોરા ઈત્યાદિ ઘણા પ્રકારના બેઈન્દ્રિય જીવો હોય છે. તે ૧૫ પ્રશ્ન ૧૦૫. બેઇન્દ્રિય જીવો કોને કહેવાય છે? ઉત્તર જે જીવોને સ્પર્શેન્દ્રિય તથા રસનેન્દ્રિય એ બે ઇન્દ્રિયો જ હોય છે. તે જીવોને બેઇન્દ્રિય જીવ કહેવાય છે. પ્રશ્ન ૧૦. બેઈન્દ્રિય જીવો કેટલા પ્રકારે છે? ક્યા ક્યા? ઉત્તરઃ બેઈન્દ્રિય જીવો બે પ્રકારે છે. (૧) બેઈન્દ્રિય અપર્યાપ્તા જીવો (૨) બેઇન્દ્રિય પર્યાપ્તા જીવો. પ્રશ્ન ૧૦૭. પર્યાપ્તા બેઈન્દ્રિય જીવો ક્યા ક્યા સમજવા? ઉત્તરઃ પર્યાપ્તા બેઇન્દ્રિય જીવો અનેક પ્રકારનાં કહ્યા છે. જેમ કે શંખ,કોડા, ગંડોલા એટલે પેટમાં મોટા કરમીયા થાય છે તે, ચંદનક, અલસીયા,લાળીયા, જીવો, લાકડામાં ઉત્પન્ન થતાં કીડા, પેટમાં નાનામાં નાના થતા કૃમિઓ, પૂયરગો એટલે પાણીની અંદરલાલ વર્ણવાળા થાય છે તે ઇત્યાદિ ઘણા પ્રકારનાં કહેલાં છે. ' પ્રશ્ન ૧૦૮. બેઈન્દ્રિય અપર્યાપ્તા જીવો કેટલા પ્રકારે હોય? ક્યા? ઉત્તર: બેઈન્દ્રિય અપર્યાપ્તા જીવો બે પ્રકારનાં હોય છે. (૧)લબ્ધિ અપર્યાપ્તા (૨) કરણ અપર્યાપ્તા.
તેઈન્દ્રિય જીવોનું વર્ણન