SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ પ્રશ્નોત્તરી ઉત્તર ઃ બાવીસ ભેદોમાંથી કરણ અપર્યાપ્તા જીવો અગ્યાર છે. પત્તેય તરું મુત્તું પંચ વિ પુઢવાઈણો સયલ લોએ । સુહુમા હવંતિ નિયમા અંતમુહુત્તાઉ અદ્દિસ્સા II૧૪ ।। ભાવાર્થઃ પ્રત્યેક વનસ્પતિકાય જીવોને મૂકીને પૃથ્વીકાયાદિ પાંચેય સૂક્ષ્મો સકલ લોકને વિષે નિયમા હોય છે. અંતર્મુહૂર્તના આયુષ્યવાળા તથા અદ્રશ્ય હોય છે. || ૧૪ || પ્રશ્ન ૯૮. પૃથ્વીકાયાદિ પાંચેય સૂક્ષ્મ જીવો ક્યાં રહેલાં છે ? ન ઉત્તર ઃ પૃથ્વીકાયાદિ પાંચેય સૂક્ષ્મ જીવો ચૌદરાજ લોકમાં સઘળી જગ્યાએ રહેલા છે. કોઈ એવો આકાશ પ્રદેશ નથી કે જ્યાં પૃથ્વીકાયાદિ પાંચેય સૂક્ષ્મ જીવો ન હોય. પ્રશ્ન ૯૯. પૃથ્વીકાયાદિ પાંચેય સૂક્ષ્મ જીવોનું આયુષ્ય કેટલું છે ? ઉત્તર ઃ પૃથ્વીકાયાદિ પાંચેય સૂક્ષ્મ જીવોનું આયુષ્ય નિયમા અંતર્મુહૂર્ત હોય છે. પ્રશ્ન ૧૦૦. પૃથ્વીકાયાદિ પાંચેય સૂક્ષ્મ જીવો દેખાય એવા હોય છે કે અદશ્ય હોય છે? ઉત્તર ઃ પૃથ્વીકાયાદિ પાંચેય સૂક્ષ્મ જીવોને કેવલજ્ઞાની જીવો જોઈ શકે છે. તે સિવાયના કોઈપણ જીવોથી ત દશ્ય નથી. એકલા ચર્મચક્ષુથી જોઈ શકાય તેવા હોતા નથી. પ્રશ્ન ૧૦૧. પૃથ્વીકાયાદિ સૂક્ષ્મ જીવો જગતમાં સઘળી જગ્યાએ રહેલા છે તો હાલતા ચાલતા તેઓની હિંસા થાય કે ન થાય ? ઉત્તર ઃએજીવા એટલા સૂક્ષ્મ હોય છે કે બીજા કોઈપણ જીવોથી તે જીવોને ઉપઘાત થતો નથી. અગ્નિથી બળતાં નથી. પાણીથી ભીંજાતા નથી, તલવારથી છેદાતા નથી. એવા એ સૂક્ષ્મ જીવો હોય છે. માટે હિંસા હાલતા ચાલતા થતી નથી. પ્રશ્ન ૧૦૨, એક પ્રત્યેક વનસ્પતિકાય જીવ સાથે બાદર અપર્યાપ્તા પ્રત્યેક વનસ્પતિકાયના જીવો કેટલાં હોય છે ? ઉત્તર : એક પ્રત્યેક વનસ્પતિકાય જીવ સાથે બાદર અપર્યાપ્તા પ્રત્યેક વનસ્પતિકાયનાં જીવો અસંખ્યાતા લોકાકાશ પ્રદેશ રાશિ પ્રમાણ હોય છે. પ્રશ્ન ૧૦૩. સાધારણ વનસ્પતિકાયનાં જીવો એક મુહૂર્તમાં કેટલા ભવોકરે ? ઉત્તર ઃ સાધારણ વનસ્પતિકાયનાં જીવો એક મુહૂર્તમાં પાંસઠ હજાર પાંચસો ને છત્રીસ (૬૫૫૩૬) ભવો કરે છે.
SR No.022307
Book TitleJivvichar Dandak Laghu Sangrahani Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Prakashan Trust
Publication Year1994
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy