________________
૧૭
જીવવિચાર
પ્રશ્ન ૯૨. પર્વગા-તણો અને વલીયા વનસ્પતિકાયની જાતો કઈ કઈ છે ? ઉત્તર ઃપર્વગા વનસ્પતિકાય- જે વનસ્પતિમાં પર્વ હોય તે જેમ કે શેરડી સરકા, સાંડા, નેતર, લકબુરા, વાંસ વગેરેની જાતો છે. તણો વનસ્પતિકાયમાં ખ્યાલ નથી. વલીય વનસ્પતિકાયમાં જેમ કે નાળિયેરી, ખજુરી, તાડી વગેરેની જાતો છે.
પ્રશ્ન ૯૩. હરી-ઉસેહી-જલરૂહા અને કુણાય વનસ્પતિકાય કઈ કઈ છે ? ઉત્તર :હરી વનસ્પતિકાય આ પ્રમાણે છે :- હરી કાય તે લીલોતરી ભાજી પાલો વગેરે વનસ્પતિકાય છે. ઉસેહી વનસ્પતિકાય આ પ્રમાણે છે ચોવીસ જાતના અનાજની જાતા હોય છે. જલરૂહા :- પાણીમાં ઉગનારા કમળ તથા પોયણીનાં ફૂલ શિંગોડા વગેરે. કોકણાય – ભોંયફોડીની જાતો તથાભોંયબળી જે ઉકરડામાં છત્રીના આકારે ઉગે છે વગેરે પ્રત્યેક વનસ્પતિકાયની જાતો છે. પ્રશ્ન ૯૪. પ્રત્યેક વનસ્પતિકાયોમાં કેટલા જીવો હોય છે ?
ઉત્તર : ઉપર બતાવેલ પ્રત્યેક વનસ્પતિકાયનાં બાર ભેદોમાં પાકી વનસ્પતિકાયમાં સંખ્યાતા જીવો હોઈ શકે. કાચી વનસ્પતિકાયમાં અસંખ્યાતા જીવો હોય છે અને કુણી વનસ્પતિકાયમાં અનંતા જીવો હોઈ શકે છે.
પ્રશ્ન ૯૫. સ્થાવર જીવોનાં (એકેન્દ્રિય જીવોનાં) બાવીસ ભેદો ક્યા ક્યા? ઉત્તર ઃસ્થાવર (એકેન્દ્રિય) જીવોનાં બાવીસ ભેદો આ પ્રમાણે હોય છે :પૃથ્વીકાય જીવોનાં ચાર ભેદ, અપકાય જીવોનાં ચાર ભેદ, તેઉકાય જીવોનાં ચાર ભેદ, વાયુકાય જીવોનાં ચાર ભેદ, સાધારણ વનસ્પતિકાયના જીવોનાં ચાર ભેદ અને પ્રત્યેક વનસ્પતિકાય જીવોનાં બે ભેદ એમ કુલ ૪ + ૪ + ૪ + ૪ + ૪ + ૨ = ૨૨ થાય છે.
પ્રશ્ન ૯૬. આ બાવીસ ભેદોમાંથી લબ્ધિ અપર્યાપ્તાના ભેદો કેટલા છે ? ઉત્તર ઃ આ બાવીશ ભેદોમાંથી ૧૧ ભેદો લબ્ધિ અપર્યાપ્તાના છે. તે આ પ્રમાણે સૂક્ષ્મ-બાદર પૃથ્વીકાય અપર્યાપ્તા, સૂક્ષ્મ-બાદર અપકાય અપર્યાપ્તા, સૂક્ષ્મબાદર તેઉકાય અપર્યાપ્તા, સૂક્ષ્મ-બાદર વાઉકાય અપર્યાપ્તા, સૂક્ષ્મ-બાદર સાધારણ વનસ્પતિકાય તથા બાદર પ્રત્યેક વનસ્પતિકાય અપર્યાપ્તા છે. પ્રશ્ન ૯૭. બાવીસ ભેદોમાંથી ક૨ણ અપર્યાપ્તા જીવો કેટલા છે ?