________________
પ્રશ્નોત્તરી
-
૧૬
ભાવાર્થ એક શરીરમાં એક જીવ હોય તે પ્રત્યેક વનસ્પતિકાયના જીવો કહેવાય છે. જેમ કે ફલે-ફૂલ-છાલ-કાષ્ટ-મૂલ- પાંદડા તથા બીજ વગેરે પ્રત્યેક વનસ્પતિકાયના જીવો કહેવાય છે. તે ૧૩ પ્રશ્ન ૮૭. બાદર પ્રત્યેક વનસ્પતિકાયનાં જીવો ક્યા ક્યા જાણવા? ઉત્તર પ્રત્યેક વનસ્પતિકાયના જીવો અનેક પ્રકારના કહેલાં છે. ફલ-ફૂલ, છાલકાષ્ટ-મૂલ, પાંદડા અને બીજરૂપ વગેર ઘણા પ્રકારના હોય છે. આ દરેક જીવોને ભિન્ન ભિન્ન એક એક શરીર હોય છે. પ્રશ્ન ૮૮. પ્રત્યેક વનસ્પતિકાયના વિશેષ રીતે ભેદોનાં નામો ક્યા ક્યા છે? ઉત્તર પ્રત્યેક વનસ્પતિકાયનાં બાર ભેદોનાં નામો નીચે પ્રમાણે છે. (૧) રૂક્ષ (૨) ગુચ્છારૂપ (૩) ગુખ્ખારૂપ (૪) લતારૂપ (૫) વલીયારૂપ (૬) પર્વગારૂપ (૭) તણોરૂપ (૮) વલીયરૂપ (૯) હરીરૂપ (૧૦) ઉસેડીરૂપ (૧૧) જલરૂડારૂપ (૧૨) કુહણાયરૂપ. પ્રશ્ન ૮૯. રૂક્ષ વનસ્પતિકાય કોને કહેવાય છે? તેના કેટલા ભેદ છે?
ક્યા ક્યા? ઉત્તર રૂક્ષ વનસ્પતિકાયના બે ભેદો છે.(૧) એકબીજ (૨) બહુ બીજવાળી એકબીજવાળી- આંબા, આંબલી, લીમડા વગેરે એકબીજ જાણવી અને સીતાફળ, જામફળી વગેરે બહુબીજવાળી જાણવી. આ રૂક્ષ વનસ્પતિકાય કહેવાય છે. પ્રશ્ન ૯૦. ગુચ્છા તથા ગુમ્મા વનસ્પતિકાય કઈ કઈ કહેવાય છે? ઉત્તર: ગુચ્છા વનસ્પતિકાય આ પ્રમાણે કહેવાય છે. રીંગણ, તુલસી ગુલ્મ વગેરે ગુચ્છા વનસ્પતિકાય કહેવાય છે. ગુમ્મા-ગુલ્મને સુગંધી ફૂલ, ઝાડની જાતો વગેરેમાં સમરો, ડમરો, ડોલર, કેતકી, કેવડો, ગુલાબ વગેરે ઘણી જાતો છે. પ્રશ્ન ૯૧. લહીયા અને વલીયા જાતિની વનસ્પતિકાય કઈ કઈ છે? ઉત્તર લહીયામાં લત્તાવાળા ઝાડો નાગલત્તા, પાલત્તા, ચંપકલત્તા વગેરે ઘણી જાતો છે. વલીયાની જાતોમાં વેલાની જાત ચીભડા, કારેલા, તડબુચ, કલીંગર વગેરે ઘણી જાતો કહેલી છે.