________________
૧૫
જીવવિચાર
પંચવર્ણી નીલ ફુગ જમીનની અંદર પાકે તે કંદ, વૃક્ષના કુણા ફળો-મૂળ વગેરે. પલાળેલ કઠોળનાં અંકુર ફૂટે તે. કુણી કાકડી વગેરે અનંતકાય એટલે સાધારણ કહેવાય છે.
ઈચ્ચાઈણો અણગે હવંતિ ભેયા અસંત કાયાણા.
તેસિં પરિજાણણ€ લક્ષ્મણને સુએ ભણિયા ૧૧ ભાવાર્થઃ ઇત્યાદિ અનેક પ્રકારનાં અનંતકાય જીવોનાં ભેદો હોય છે. તેઓને જાણવા માટે શાસ્ત્રોમાં આ પ્રમાણે લક્ષણ કહેલું છે. તે ૧૧ /
ગૂઢ સિર સંધિપત્યં સમભં મહીગં ચ છિન્નસહા
સાહારણ શરીર તત્રિરીયે તુ પયા/ ૧૨ // ભાવાર્થ જે વનસ્પતિ જીવોની નસો ગુપ્ત રહેલી હોય, જેનાં સાંધા ગુપ્ત હોય અને જે વનસ્પતિકાયનાં પર્વો ગુપ્ત હોય અને જે વનસ્પતિને ભેદવાથી સરખા ભાગ થતાં હોય તે બધી વનસ્પતિકાયને શાસ્ત્રમાં અનંતકાય કહેલી છે. તેથી વિપરીત શરીરવાળા હોય તે પ્રત્યેક વનસ્પતિકાય જીવો કહેવાય છે. તે ૧૨ પ્રશ્ન ૮૪.અનંતકાય જીવોને ઓળખવા માટેનું શાસ્ત્રમાં શું લક્ષણ કહેલું છે? ઉત્તર : અનંતકાયને ઓળખવા માટેનું લક્ષણ આ પ્રમાણે કહેલું છે જે વનસ્પતિકાય જીવોની નસો ગુપ્ત રહેલી હોય, જેનાં સાંધા ગુપ્ત હોય જે વનસ્પતિકાયના પર્વો ગુપ્ત હોય અને જે વનસ્પતિને ભેદવાથી સરખા ભાગ થતાં હોય તે બધી વનસ્પતિકાયને શાસ્ત્રમાં અનંતકાય તરીકે કહેલી છે. પ્રશ્ન ૮૫. પ્રત્યેક વનસ્પતિકાય કોને કહેવાય છે? ઉત્તર : સાધારણ વનસ્પતિકાયના લક્ષણથી વિપરીત લક્ષણવાળી વનસ્પતિકાયને પ્રત્યેક વનસ્પતિકાય કહેવાય છે. પ્રશ્ન ૮૬. પ્રત્યેક વનસ્પતિકાય જીવો કેટલા પ્રકારના છે? ક્યા ક્યા? ઉત્તર પ્રત્યેક વનસ્પતિકાય જીવો બે પ્રકારનાં છે. (૧) અપર્યાપ્તા બાદર પ્રત્યેક વનસ્પતિકાય જીવો, (૨) પર્યાપ્તા બાદર પ્રત્યેક વનસ્પતિકાય જીવો.
એગ સરીરે એગો જીવો જેસિંહ તેય પયા. ફિલ ફુલ છલ્લિ કટ્ટા મૂલગ પત્તાસિ બીયાણિ ૧૩