________________
પ્રશ્નોત્તરી
૧૪
પ્રશ્ન ૮૦. અસંવ્યવહારારિક સૂક્ષ્મ નિગોદ કોને કહેવાય છે? ઉત્તરઃ જે જીવો હજી સુધી વ્યવહારપણાના વ્યપદેશને પામેલા નથી અર્થાત્ સૂક્ષ્મ નિગોદમાંથી કોઈ બહાર નીકળ્યા નથી તે જીવોને અસંવ્યવહારિકસૂક્ષ્મ નિગોદ કહેવાય છે. પ્રશ્ન ૮૧. વ્યવહાર રાશિમાં આવેલા જીવો સૂક્ષ્મ નિગોદમાં જાય તો તે જીવો વ્યવહાર રાશિવાળા કહેવાય છે? ઉત્તરઃ વ્યવહાર રાશિમાં આવેલા જીવો પાછા સૂક્ષ્મ નિગોદમાં જાય તો તે જીવો વ્યવહાર રાશિવાળાં જ કહેવાય છે.
લોકપ્રસિદ્ધ અનંતકાય જીવોનું વર્ણન કરાય છે - કદા અંકુર કિસલય પણગા સેવાલ ભૂમિકોડાયા અલ્લયતિય ગજજર મોન્થ વત્થલા થેગ પલંકાલા
કોમલ ફલં ચ સવં ગૂઢ સિરાઈ સિણાઈ પત્તાઈ થોહરિ કુંઆરિ ગુગુલીગલો ય પમુહાઈ છિનરૂહા ૧૦ ભાવાર્થ કાંદા, અંકુરા, ઉગતા સઘળા કુણા ફળો, પાંચે વર્ણવાળી લીલફુગ, સેવાળ, બિલાડીના ટોપ, આદુ આદિત્રણ, ગાજર, મોત્થ નામની વનસ્પતિ, વત્થલા નામની ભાજી, થેગ, પાલખુ શાક, જેની ગૂઢ નસો રહેલી હોય તેવી વનસ્પતિઓ, શણ વિગેરેના પાંદડા, થોર કુંવારપાઠું ગલો, જેને છેદીને વાવવાથી ફરી ઉગે તે અનંતકાય જીવો કહેવાય છે. ૯ો | ૧૦ પ્રશ્ન ૮૨. લોકપ્રસિદ્ધ બાદર અનંતકાય જીવો ક્યા કહેવાય છે? ઉત્તરઃ લોકપ્રસિદ્ધ બાદર અનંતકાય જીવો આ પ્રમાણે કહેવાય છે કાંદા, અંકુરા, ઉગતાં સઘળાં કુણા ફળો, પાંચે વર્ણવાળી લીલફુગ, સેવાળ, બિલાડીના ટોપ, આદુ, ગાજર, મોત્થનામની વનસ્પતિ, વત્થલા નામની ભાજી, જેની ગૂઢ નસો રહેલી હોય તેવી વનસ્પતિઓ, શણ વિગેરેના પાંદડા, થોર કુંવારપાઠું, ગુગ્ગલી, ગલો, જેને છેદીને વાવવાથી ફરીને ઉગે તે અનંતકાય આ રીતે સાધારણ બાદર વનસ્પતિકાય શાસ્ત્રોમાં અનેક પ્રકારે કહેલી છે. પ્રશ્ન ૮૩. સાધારણ વનસ્પતિકાયની વિશેષ શું સમજણ જણાય? ઉત્તરઃ વિશેષમાં સાધારણ વનસ્પતિ જાણવા માટે આ પ્રમાણે જાણવું: