________________
૧૩
જીવવિચાર
સાહારણ-માહારો સાહારણ માણપાણ ગહણં ચ । સાહારણ જીવાણું સાહારણ લક્ષ્મણે એયં । ૩ ।। પ્રશ્ન ૭૫. પ્રજ્ઞાપના સૂત્રમાં સાધારણ જીવોનું બીજું શું લક્ષણ કહેલું છે ? ઉત્તર ઃ પ્રાજ્ઞાપના સૂત્રમાં સાધારણ જીવોનું લક્ષણ નીચે પ્રમાણે છે. જે અનંતા સમગ્ર જીવોનો આહાર એક જ હોય, શરીર બનાવવાની ક્રિયા પણ એક જ હોય અને સઘળા સાથે શ્વાસોશ્વાસ લેવા મુકવાની ક્રિયા કરતાં હોય છે તે સાધારણ કહેવાય છે.
પ્રશ્ન ૭૬. સિદ્ધાંતમાં સાધારણને બીજું શું નામ આપેલું છે ?
ઉત્તર ઃ સિદ્ધાંતમાં સાધારણને નિગોદ એ પ્રમાણે નામ આપેલું છે. કહ્યું છે કે સાધારણસ્ય નિગોદ ઇત્યપિ સંજ્ઞા અસ્તિ.
,,
પ્રશ્ન ૭૭. સૂક્ષ્મ નિગોદનું સ્વરૂપ શું કહેલું છે ?
ઉત્તર ઃ સૂક્ષ્મ નિગોદનું સ્વરૂપ આ પ્રમાણે બૃહત્સંગ્રહણીમાં કહેલું છે. ગોલાય અસંખિજ્જા અસંખ નિગોય ગોલ ઓ ભણિયો । ઇક્કિક્કમિ નિગો એ અણંત જીવા મુર્ણયવ્વા ॥ ૧ ॥
ભાવાર્થ: ચૌદ રાજલોકમાં નિગોદના ગોળા અસંખ્યાતા રહેલા છે અસંખ્યાતિ નિગોદોવાળો એક એક ગોળો હોય છે. એક એક નિગોદમાં અનંતા જીવો
જાણવા ॥ ૧ ||
પ્રશ્ન ૭૮. સૂક્ષ્મ નિગોદના જીવો કેટલા પ્રકારના છે ? ઉત્તર ઃ સૂક્ષ્મ નિગોદના જીવો બે પ્રકારના છે. (૧)સંવ્યવહારિક સૂક્ષ્મનિગોદના જીવો, (૨) અસંવ્યવહારિક સૂક્ષ્મ નિગોદના જીવો છે.
પ્રશ્ન ૭૯. સંવ્યવહારિક સૂક્ષ્મ નિગોદ કોને કહેવાય છે ?
ઉત્તર ઃ એક જીવ મુક્તિમાં જાય અથવા સકલ કર્મથી રહિત થઈ સિદ્ધગતિને પામે ત્યારે એક જીવ અવ્યવહાર રાશિમાંથી બહાર નીકળી વ્યવહાર રાશિમાં આવેલાં હોય છે તે જીવો મરણ પામીને પાછા સૂક્ષ્મ નિગોદમાં ઉત્પન્ન થાય ત્યારે પણ તે સંવ્યવહારિક જ કહેવાય છે.