________________
પ્રશ્નોત્તરી ભાવાર્થ:- સૂત્રમાં વનસ્પતિકાય જીવોનાં ભેદો કહેલા છે. (૧) સાધારણ વનસ્પતિકાયના જીવો. (૨) પ્રત્યેક વનસ્પતિકાયના જીવો. જે અનંતા જીવોનું એક શરીર તે સાધારણ વનસ્પતિકાય કહેવાય છે. / ૮ | પ્રશ્ન ૭૦. વનસ્પતિકાય જીવો કેટલા પ્રકારના છે? ક્યા ક્યા? ઉત્તર : વનસ્પતિકાય જીવો બે પ્રકારનાં છે. (૧) સાધારણ વનસ્પતિકાય જીવો, (૨) પ્રત્યેક વનસ્પતિકાય જીવો. પ્રશ્ન ૭૧. સાધારણ વનસ્પતિકાય જીવો કેટલા પ્રકારના છે? ઉત્તર : સાધારણ વનસ્પતિકાય જીવો બે પ્રકારના છે. (૧) સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાય જીવો, (૨) બાદર સાધારણ વનસ્પતિકાય જીવો. પ્રશ્ન : ૭ર સૂક્ષ્મ સાધારણ વસ્પતિકાય જીવો કેટલા પ્રકારે છે? કયાક્યા? ઉત્તરઃ સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાય જીવો બે પ્રકારે છે. (૧) અપર્યાપ્તા સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાય જીવો,. (૨) પર્યાપ્તા સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાય જીવો. પ્રશ્ન ૭૩.બાદર સાધારણ વનસ્પતિકાયના જીવો કેટલા પ્રકારે છે ?
ક્યા ક્યા ? ઉત્તરઃ બાદર સાધારણ વનસ્પતિકાયના જીવો બે પ્રકારના છે. (૧) અપર્યાપ્તા બાદર સાધારણ વનસ્પતિકાય, (૨) પર્યાપ્તા બાદર સાધારણ વનસ્પતિકાય. પ્રશ્ન ૭૪. સાધારણ કોને કહેવાય છે? ઉત્તરઃ અનંતાવનસ્પતિકાયના જીવોનું એક શરીર છે તે સાધારણ વનસ્પતિકાય કહેવાય છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્રમાં (પન્નવણા સૂત્રમાં) સાધારણ વનસ્પતિકાય જીવોનું લક્ષણ આ પ્રમાણે કહેલું છે.
સમગં વક્કતાણં સમગં તેસિં સરીર નિહતી. સમગ-માહાર ગહણે સમગં ઉસ્સાસનિસ્સાસા / ૧ /
એગસ્સઉજં ગહણે બહૂર્ણ સાહારણાણ મંચેવા જં બહુ-આણે ગહણ સમાસઓ તંપિએગસ્સા રમે