________________
૧ ૧
જીવવિચાર
પ્રશ્ન ૬૩. વાયુકાય જીવો કેટલા પ્રકારે છે? ક્યા ક્યા? ઉત્તરઃ વાયુકાંત જીવો બે પ્રકારે છે. (૧) સૂક્ષ્મ વાયુકાય (૨) બાદર વાયુકાય. પ્રશ્ન ૬૪. સૂક્ષ્મ વાયુકાય જીવો કેટલા પ્રકારના છે? ઉત્તરઃ સૂક્ષ્મ વાયુકાય જીવો બે પ્રકારના છે. (૧) સૂક્ષ્મ અપર્યાપ્તા વાયુકાય છે. (૨) સૂક્ષ્મ પર્યાપ્તા વાયુકાય જીવો. પ્રશ્ન ૬૫. બાદર વાયુકાય જીવો કેટલા પ્રકારે છે? ક્યા ક્યા? ઉત્તરઃ બાદર વાયુકાય જીવો બે પ્રકારના છે. (૧) બાદર અપર્યાપ્તા વાયુકાય જીવો. (૨) બાદર પર્યાપ્તા વાયુકાય જીવો. પ્રશ્ન ૬. એક ચપટી વગાડતાં કેટલા વાયુકાય જીવોની વિરાધના થાય છે? ઉત્તરઃ એક ચપટી વગાડતાં અસંખ્યાતા વાયુકાય જીવોની વિરાધના થાય છે. પ્રશ્ન ૬૭. સ્થૂલ દષ્ટિથી બાદર વાયુકાય જીવો કેવી રીતે સમજવા? ઉત્તરઃ સ્કૂલ દષ્ટિથી બાદર વાયુકાય જીવો આ રીતે સમજવા : એક ચપટી વગાડતાં બાદર વાયુકાયના અસંખ્યાતા જીવની વિરાધના થાય છે તેટલા અસંખ્યાતા જીવોમાંના એક એક જીવની વડના બીજ જેવડી કાયા કરીએ તો તે જીવો લાખ યોજનાના જંબૂદ્વિપમાં સમાતા નથી. પ્રશ્ન ૬૮.એક બાદર પર્યાપ્તા વાયુકાય જીવ સાથે બાદર અપર્યાપ્તા વાયુકાય જીવો કેટલા છે? ઉત્તર: એકબાદરપર્યાપ્તા વાયુકાય જીવ સાથે બાદર અપર્યાપ્તા વાયુકાય જીવો અસંખ્યાતા લોકાકોશ પ્રદેશ રાશિ પ્રમાણ હોય છે. પ્રશ્ન ૬૯.પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય વગેરે અનેક જાતિનાં ભેદોવાળા જીવો સૂક્ષ્મ જાણવા કે બાદર? ઉત્તરઃ પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય વગેરે અનેક જાતિનાં ભેદોવાળા જેટલા પ્રકારે કહ્યાં છે તે બાદર પર્યાપ્તા જીવો સમજવા.
વનસ્પતિકાય જીવોનું વર્ણન:સાહારણ પતેઆ વણસ્સઈ જીવા દુહા સુએ ભણિઆ જેસિમાં તાણ તણુ એગા સાહારણા તે ઉII & I