________________
પ્રશ્નોતરી
૪૮
હોય છે અને દુઃખ દુઃખ અને દુઃખના ભાવવાળો જ આરો હોય છે, પ્રશ્ન ૩૪૧. આ આરામાં આયુષ્ય અવગાહના કેટલી છે? છેલ્લે કેટલી હોય છે? ઉત્તર : આ આરાની શરૂઆતમાં આયુષ્ય ૨૦ વર્ષ અવગાહના રે હાથ. છેલ્લે આયુષ્ય ૧૬ વર્ષ. અવગાહના ૧ હાથની હોય છે. પ્રશ્ન ૩૪૨. આ આરામાં દુઃખ ક્યા ક્યા પ્રકારના હોય છે? ઉત્તરઃ છઠ્ઠા વર્ષે સ્ત્રીઓ ગર્ભ ધારણ કરે છે. જીવો યાતના ઘણી ભોગવે છે. સૂર્ય ઉગ્ર તપે છે. ચન્દ્ર અતિ શીત થાય છે. વનસ્પતિ આદી બિલકુલ રહેતું નથી. જેથી મનુષ્યો રાત્રિનાં માછલાનું ભક્ષણ કરે છે. સૂર્ય અતિ ઉગ્ર તપતો હોવાથી મનુષ્યો દિવસના બહાર રહી શક્તા નથી. જેથી મનુષ્યો ગંગા અને સિંધુ નદીના કાંઠે બીલોમાં ભરાઈ રહે છે. રાત્રીના બહાર નીકળી ગંગા-સિંધુ નદીમાંથી માછલા લઈ રેતીમાં દાટે છે અને આગલી રાત્રીના દાટેલા માછલાં બહાર કાઢી ભક્ષણ કરે છે સૂર્યના તાપથી રેતી બહુ તપે છે તે રેતીની ગરમીથી માછલાં બફાઈ જાય છે. પ્રશ્ન ૩૪૩. ગંગા સિંધુમાં પાણી કેટલું હોય છે? ઉત્તરઃ ગંગા અને સિંધુ નદીમાં પગનું તળીયું ડુબે એટલું પાણી હોય છે. પ્રશ્ન ૩૪૪. છઠ્ઠા આરામાં જીવો સમ્યક્ત પામે છે? ઉત્તરઃ આ આરામાં પણ જીવોને સમ્યક્ત પામવાનો સંભવ જ્ઞાની ભગવંતોએ જોયેલો છે. પ્રશ્ન ૩૪૫. આ આરામાં મનુષ્યો મરીને ક્યાં જાય છે? શાથી? ઉત્તર : આ આરામાં જન્મેલાં મનુષ્યો જે માછલાંનો આહાર કરનારા હોય છે તેઓ દુર્ગતિમાં જાય છે અને જેઓ તુચ્છ ધાન્યનું ભક્ષણ કરનારા હોય છે તેઓ સ્વર્ગમાં જાય છે. આ રીતે તેઓની ગતિ જણાવેલ છે. પ્રશ્ન ૩૪૬ ઉત્સર્પિણી કાળનું માપ કેટલું? તે ક્યા ક્રમથી હોય છે? ઉત્તર : ઉત્સર્પિણી કાળ ૧૦ કોટાકોટી સાગરોપમનો હોય છે. તેનો ક્રમ અવસર્પિણીનાં કાળ કરતાં ઉંધા ક્રમવાળો જાણવો. અવસર્પિણીમાં જેમ દિવસ જાયતેમ રસસઆયુષ્ય વગેરે ઘટતું જાય તેમ ઉત્સર્પિણીમાં દિવસો પસાર થતાં જાયતેમ ક્રમસર વધતું જાય છે અને અશુભાદિ રસકસ ઘટતાં જાય. શુભ વધતાં