SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭ લઘુસંગ્રહણી દેવલોકમાં ઉત્પન્ન થશે. પ્રશ્ન ૩૩૪. પાંચમા આરાના છેડે પહેલા પહોરે શું વિચ્છેદ થશે ? ઉત્તર ઃ પહેલા પહોરે ધર્મ અને ચતુર્વિધસંઘ વિચ્છેદ પામશે. પ્રશ્ન ૩૩૫. પાંચમા આરાના છેડે ક્યા નામનો રાજા અને મંત્રી થશે ? ઉત્તર ઃ પાંચમા આરાના છેડે વિમલવાહન નામનો રાજા થશે અને સુધર્મ નામનો મંત્રી થશે. પ્રશ્ન ૩૩૬. રાજા અને મંત્રીનો વિચ્છેદ કયારે થશે ? ઉત્તર : પાંચમા આરાના છેડે મધ્યાન્હકાળે રાજા અને મંત્રીનો વિચ્છેદ થશે એટલે મૃત્યુ પામશે તે વખતે રાજય વિચ્છેદ પામશે. પ્રશ્ન ૩૩૭. સંધ્યાકાળે શું વિચ્છેદ પામશે ? ઉત્તર ઃ સંધ્યાકાળે અગ્નિ વિચ્છેદ પામશે. પ્રશ્ન ૩૩૮. પાંચમા આરા બાદ એટલે પાંચમો આરો પૂર્ણ થતાં કેટલા પ્રકારની કુવૃષ્ટિઓ થાય છે ? કઈ કઈ? ઉત્તર ઃ પાંચમા આરા બાદ એટલે પાંચમો આરો પૂર્ણ થતાં નીચે પ્રકારની કુવૃષ્ટિ થાય છે તે આ પ્રમાણે :- (૧) ક્ષાર, (૨) આજલ, (૩)વિષ, (૪) વિષાગ્નિ, (૫) વ્રજમય (૬) જલ આદિની વૃષ્ટિ થાય. પ્રશ્ન ૩૩૯. કુવૃષ્ટિ બાદ શું થાય ? અને મનુષ્ય વગેરેની વસ્તિ વગેરે ક્યાં હોય? ઉત્તર ઃ કુવૃષ્ટિઓ થયા બાદ ભયંકર વાયરાઓ વાય છે જેથી ખેદાનમેદાન થઈ જાય છે ફક્ત બીજરૂપ મનુષ્યો રહે છે તે પણ ગંગા-સિંધુના કિનારે બીલોમાં છુપાયેલા રહે છે. ગંગા-સિંધુ બે નદી ગાડાના ચીલા પ્રમાણ વિસ્તારવાળી, ૠષભકૂટ, લવણસમુદ્રની ખાડીઓ આ પાંચ સિવાય બધું નાશ પામે છે, ત્યારબાદ છઠ્ઠો આરો શરૂ થાય છે. છઠ્ઠા આરાનું વર્ણન પ્રશ્ન ૩૪૦. છઠ્ઠા આરાનું નામ શું છે ? કેટલા કાળનો હોય છે ? તથા તેના ભાવ કેટલા હોય છે ? ઉત્તર ઃ છઠ્ઠો આરો દુષમા દુષમા નામનો કહેવાય છે તે ૨૧૦૦૦ વર્ષનો
SR No.022307
Book TitleJivvichar Dandak Laghu Sangrahani Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Prakashan Trust
Publication Year1994
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy