________________
પ્રશ્નોતરી
(૧૦) દિવસે દિવસે ધર્મનો હ્રાસ થતો જાય છે.
(૧૧) વચમાં વચમાં યુગપ્રધાનો થાય તે વખતે ધર્મનો પ્રકાશ કાંઈક વધે છે. (૧૨) ધી જીવો ઓછા થતાં જાય છે.
(૧૩) મતમતાંતરો વધતાં જાય છે.
૪૬
(૧૪) રોગ, શોક, અનીતિ, કલેશ, કંકાસ, મૃત્યુનું પ્રમાણ વગેરે અશુભની વૃદ્ધિ થતી જાય છે.
(૧૫) ઋદ્ધિ, આયુ, સંપ, નીતિ વગેરે શુભની ક્રમસર હાની થતી જાય છે. (૧૬) શ્રુતજ્ઞાન પણ ક્રમસર ઘટતું જાય છે.
(૧૭) રાજા અને પ્રજા બંનેમાં અનીતિ વગેરે વધતાં જાય છે. (૧૮) તપ પણ ઘટતો જાય છે.
પ્રશ્ન ૩૨૯. પાંચમા આરાના છેડે કેટલા હાથની કાયા તથા આયુષ્ય રહેશે ? ઉત્તર ઃ પાંચમા આરાના છેડે ૨ હાથની કાયા અને ૨૦ વર્ષનું આયુષ્ય
રહેશે.
પ્રશ્ન ૩૩૦. છેલ્લે તપ કેટલો રહેશે ?
:
ઉત્તર ઃ પાંચમા આરાના છેડે છઠ્ઠ તપ રહેશે એટલે છઠ્ઠ તપ કરશે તે ઉત્કૃષ્ટ તપસ્વી ગણાશે.
પ્રશ્ન ૩૩૧. પાંચમા આરાના છેડે સંધમાં કેટલા રહેશે ? તેઓનાં નામ શું હશે ?
ઉત્તર ઃ પાંચમા આરામાં ક્રમસર ઘટતાં ઘટતાં છેલ્લે એક સાધુ, એક સાધ્વી, એક શ્રાવક અને એક શ્રાવિક રહેશે. દુપ્પહસૂરિ નામના આચાર્ય, ફલ્ગુ નામની સાધ્વી, નાગીલ નામનો શ્રાવક અને સત્યશ્રી નામની શ્રાવિકા રહેશે. પ્રશ્ન ૩૭૨. પાંચમા આરાના છેડે શ્રુતજ્ઞાન કેટલું રહેશે ? ઉત્તર : પાંચમા આરાને છેડે દશવૈકાલીક, આવશ્યક, જીતકલ્પ,નંદીસૂત્ર અને અનુયોગદ્વાર સૂત્ર આટલું શ્રુતજ્ઞાન રહેશે.
પ્રશ્ન ૩૩૩. દુપ્પહસૂરિ આચાર્ય ક્યું સમક્તિ લઈને આવશે ? કાળ કરી ક્યાં ઉત્પન્ન થશે ?
ઉત્તરઃ દુપ્પહસૂરિ આચાર્ય ક્ષાયિક-સમક્તિ લઈને આવશે અને કાળ કરી સૌધર્મ