________________
૧૮૫
લધુસંગ્રહણી
થયેલા મોક્ષે ક્યાં જઈ શકે? ઉત્તરઃ આ આરામાં બીજાનારદ અને ૧૨ રૂદ્રો થાય છે. આ આરામાં જન્મેલાં પાંચમા આરામાં પણ મોક્ષે જઈ શકે છે. પ્રશ્ન ૩૨૪. આ આરો કેટલો બાકી રહે છેલ્લા તીર્થકર મોક્ષે જાય છે? કેટલો કાળ બાકી રહે આરો પૂર્ણ થાય છે? ઉત્તરઃ આ આરાનાં ૮૯ પખવાડીયા બાકી રહે છેલ્લા તીર્થકરનો મોક્ષ થાય છે. અને ૮૯ પખવાડિયાં કાળ પૂર્ણ થાય પછી આ આરો પૂર્ણ થાય છે. પ્રશ્ન ૩૨૫.પાંચમા આરાનો કાળ કેટલો છે?અને મનુષ્યોનાં ભાવ કેવાં હોય છે? ઉત્તર : પાંચમો આરો ર૧૦૦૦ વર્ષનો છે. આ મનુષ્યના ભાવો કર્મભૂમિના ભાવવાળા ગણાય છે. પ્રશ્ન ૩૨૬. શરૂઆતમાં અવગાહના – આયુષ્ય કેટલા હોય છે? : ઉત્તરઃ શરૂઆતમાં આ આરામાં ર ધનુષની કાયા અને ૩૦૦ વર્ષનું આયુષ્ય ગણાય છે. પ્રશ્ન ૩૨૭. આ આરામાં ક્રમસર ભાવો કેવા હોય છે? ઉત્તર : આ આરામાં દુઃખ જ હોય છે. પ્રશ્ન ૩૨૮. આ આરામાં દુઃખ હોય છે તે કઈ રીતે હોય? ઉત્તરઃ તે દુઃખનું વર્ણન આ પ્રમાણે :(૧) ક્રમેક્રમે જમીનાદિનાં રસકસી ઓછા થાય છે. (૨) ઉપદ્રવો વધતાં જાય છે. (૩) આયુષ્ય તથા અવગાહનાં ઘટતાં જાય છે. (૪) કષાયો વધતાં જાય છે. (૫) શરૂઆતમાં ચોથા આરામાં જન્મેલાં કોઈક જીવો મોક્ષે પણ જાય છે. (૬) આ આરામાં જન્મેલાનો મોક્ષ થતો નથી. (૭) સંઘયણો નષ્ટ થતાં જાય છે. (૮) છેલ્લું સંઘયણ રહે છે. (૯) છેલ્લા સંઘયણવાળા જીવો ચોથા દેવલોક સુધી અને બીજી નારકી સુધી જાય છે.