________________
પ્રશ્નોતરી
४४
થાય છે? ઉત્તરઃ ભરતક્ષેત્રના મધ્યખંડમાં આ બધું બને છે. બાકીના પાંચ ખંડમાં જાતિ સ્મરણ આદિ જ્ઞાનવાળા મનુષ્યોથી તેમજ તે તે ક્ષેત્રના અધિષ્ઠાયક દેવોથી લોકનીતિ પ્રવર્તે છે. ત્યારપછી કેટલીક નીતિ તો કાળના મહાત્મયથી પોતાની મેળે પ્રવર્તે છે. પ્રશ્ન૩૧૮.ચોથો આરો કેટલા કાળનો હોય છે? તેનું નામ શું? તથા તેના ભાવ
ક્યા હોય છે? ઉત્તરઃ ચોથા આરાનું નામ દુષમ સુષમા નામનો હોય છે. તે એક કોટાકોટી સાગરોપમમાં ૪૨૦૦૦વર્ષન્યૂનકાળ માનવાળો છે. આ આરામાં કર્મભૂમિના ભાવો વર્તે છે. પ્રશ્ન ૩૧૯. આ આરામાં આયુષ્ય - અવગાહના શરૂમાં કેટલી? પછી કેટલી? ભાવ કેવા? ઉત્તરઃ આ આરામાં શરૂઆતમાં પૂર્વ ક્રોડ વર્ષનું આયુષ્ય અને ૫૦૦ ધનુષની કાયા હોય છે પછી ક્રમસર ઘટતી જાય છે. આ આરામાં દુઃખ અને કાંઈક સુખ હોય છે. પ્રશ્ન ૩૨૦. શરૂઆતમાં કોના જેવા ભાવ હોય છે? પછી કેવા ભાવ હોય છે? ઉત્તર ઃ શરૂઆતમાં મહાવિદેહની વિજય જેવા ભાવ વર્તતા હોય પછી ક્રમે પદાર્થોમાંથી રસકસ, શુભપણું વગેરે ઘટતું જાય છે. પ્રશ્ન ૩ર૧ ધર્મનું સામ્રાજય કેવું હોય છે?કેટલા કાળ પછી બીજા તીર્થંકર થાય છે? ઉત્તરઃ ધર્મનું સામ્રાજય સારૂં પ્રવર્તે છે. પચાસ લાખ ક્રોડ સાગરોપમ ગયે બીજા તીર્થકર થાય છે. પ્રશ્ન ૩૨૨. આ આરામાં શલાકા પુરૂષો કેટલા થાય છે? ઉત્તરઃ આ આરામાં ક્રમેક્રમે આંતરઆંતરે ૨૩ તીર્થકરો, ૧૧ ચક્રવર્તીઓ, ૯ વાસુદેવો,૯પ્રતિવાસુદેવો, બળદેવોએટલે કે ૬૧ શલાકા પુરૂષો ઉત્પન્ન થાય
પ્રશ્ન૩૨૩.આઆરામાં બીજા કેવાજીવો ઉત્પન્ન થાય છે? આઆરામાં ઉત્પન્ન