________________
૪૯
લધુસંગ્રહણી
જાય. પ્રશ્ન ૩૪૭. ઉત્સર્પિણીનો બીજો આરો કેટલાં વર્ષનો? તેમાં શું બને? ઉત્તરઃ ઉત્સર્પિણીનો બીજો આરો ર૧૦૦૦ વર્ષનો. તેમાં શુભ પાંચ પ્રકારની વૃષ્ટિઓ થાય તે આ પ્રમાણે - (૧) પુષ્કરમેઘ (૨) ક્ષીરમેઘ (૩) ધૃતમેઘ (૪) અમૃતમેઘ (૫) રસમેઘ. પ્રશ્ન ૩૪૮. ઉત્સર્પિણીનાં ક્યા આરામાં તીર્થંકરનો આત્મા ક્યારે ગર્ભમાં આવે? ઉત્તરઃ ઉત્સર્પિણીનાં ત્રીજા આરાના ૮૯ પખવાડીયાં ગયે પ્રથમતીર્થકરનો આત્મા ગર્ભમાં આવે. પ્રશ્ન ૩૪૯. આ આરામાં કેટલા શલાકા પુરૂષો થાય છે? ઉત્તરઃ આ આરામાં ૨૩ તીર્થકરો, ૧૧ ચક્રી, ૯ વાસુદેવ, ૯ પ્રતિવાસુદેવ, ૯ બળદેવ તથા ૯ નારદ અને ૧૨ રૂદ્રો વગેરે ઉત્પન્ન થાય છે. પ્રશ્ન ૩૫૦. આ આરામાં છેલ્લા તીર્થકર ક્યારે થાય છે? ઉત્તર : આ કાળના ચોથા આરામાં ૮૯ પખવાડીયા ગયે ચોવીસમા તીર્થંકર ગર્ભમાં આવે અને બારમાં ચક્રી પણ આ આરામાં થાય એમ બે શલાકા પુરૂષો ઉત્પન્ન થાય. પ્રશ્ન ૩૫૧. આ આરામાં યુગલિક કાળ ક્યારથી શરૂ થાય છે? ઉત્તરઃ છેલ્લા તીર્થકર મોક્ષે જાય ત્યાર બાદ ક્રમસર યુગલિક ભાવની શરૂઆત થાય છે. પ્રશ્ન ૩૫ર. ઉત્સર્પિણીનાં છેલ્લા બે આરાનાં ભાવો કેવા હોય છે? ઉત્તરઃ ઉત્સર્પિણીનાં છેલ્લા બે આરાનાં ભાવો યુગલિક મનુષ્યો જેવા હોય છે. પ્રશ્ન ૩૫૩. સર્વ આરાઓમાં તિર્યંચનું આયુષ્ય કેટલું હોય છે? ઉત્તરઃ સર્વ આરાઓમાં તિર્યંચ જીવોનું આયુષ્ય મનુષ્ય સરખું હોય છે. તે હાથી, સિંહ, અષ્ટાપદ આદિનાં. પ્રશ્ન ૩૫૪. બાકીનાં તિર્યંચોનું આયુષ્ય કેટલું હોય છે? ઉત્તર: બાકીનાં તિર્યંચોનું આયુષ્ય આ પ્રમાણે હોય છે: (૧) ઘોડા વગેરેનું ચોથા ભાગનું. (૨) ગાય, ભેંસ, ઉટ, ગર્દભ જીવોનું પાંચમા ભાગનું. (૩) છાલી, ગાડર, શીયાળ પ્રમુખનું આઠમા ભાગ જેટલું. (૪) કૂતરા પ્રમુખનું દશમાં