________________
૩૭
લધુસંગ્રહણી
ઉત્તર : આ ભરતક્ષેત્ર દક્ષિણ દિશા તરફ લવણ સમુદ્રને સ્પર્શ કરતું અર્ધચંદ્રાકારે આવેલું છે. પ્રશ્ન ૨૬૫. ઉત્તર દક્ષિણની મધ્યમાં શું આવેલું હોય છે? ઉત્તર : ઉત્તર દક્ષિણ દિશાની મધ્યમાં દીર્ધ વૈતાઢય પર્વત આવેલો હોય છે. પ્રશ્ન ૨૬૬. દીર્ધવૈતાઢય પર્વત ક્યાં ક્યાં કઈ દિશામાં કેટલા વિસ્તારવાળો હોય છે? ઉત્તર : ઉત્તર દક્ષિણ મધ્યમાં ૨૫ યોજન ઉચો, ઉત્તર દક્ષિણ સપાટી ઉપર ૫૦યોજન વિસ્તારવાળો અને ઉપરના તળીએ ૧૦યોજન વિસ્તારવાળો છે. પ્રશ્ન ર૬૭. દીર્ધ વૈતાઢયની પૂર્વ-પશ્ચિમ લંબાઈ કેટલી હોય છે? ઉત્તર : પૂર્વ-પશ્ચિમ ૯૭૪૮ યોજન ૧૨ કલા લંબાઈ હોય છે. પ્રશ્ન ર૬૮. દીર્ધ વૈતાઢય પર્વતની દક્ષિણ લવણસમુદ્ર તરફના છેડાની લંબાઈ કેટલી છે? ઉત્તર: દક્ષિણ લવણસમુદ્ર તરફના છેડાની લંબાઈ૯૭૪૮યોજન ૧૧ કલા છે. પ્રશ્ન ૨૬૯. દીર્ધ વૈતાઢયના ઉત્તર તરફના છેડાની લંબાઈ કેટલી છે? ઉત્તર : ઉત્તર અમેરૂ તરફના) છેડાની લંબાઈ ૧૦૭૨૦યોજન ૧૧ કલા છે. પ્રશ્ન ૨૭૦. આ પર્વત ઉપર શું આવેલું છે તેનું માપ શું છે? ઉત્તરઃ આ પર્વત ઉપર ૯ કૂટો આવેલા છે, તે કૂટો ૬ ૧/૪ યોજન ઉચા ૬ ૧/ ૪યોજન મૂળમાં અને ઉપર તેનાથી અડધા એટલે ૩૧/૮યોજન વિસ્તારવાળો
પ્રશ્ન ૨૭૧. નવકૂટોમાંથી ક્યા કૂટ ઉપર જિનમંદિરો છે? તેનું માપ શું છે? ઉત્તરઃનવકૂટોમાંથી પૂર્વ તરફના પહેલા કૂટ ઉપર લગાઉલાંબુંના ગાઉપહોળું અને ૧૪૪૦ ધનુષ ઉચું એક જિનમંદિર આવેલું છે. પ્રશ્ન ૨૭૨. તે જિનમંદિરના દ્વારનું માપ કેટલું? અને કેટલા દ્વાર હોય છે? ઉત્તરઃ આ જિનમંદિરના દ્વાર ૫૦૦ ધનુષ ઉચાં અને ૨૫૦ ધનુષ પહોળાં છે, તેને આવા ત્રણ વારો આવેલાં છે. પ્રશ્ર ૨૭૩. આ પર્વત ઉપર કેટલા યોજને બીજું શું આવેલું છે? તેના વિસ્તાર શું હોય છે?