________________
પ્રશ્નોતરી
ઉત્તર : આ પર્વતની સપાટીથી ૧૭યોજન ઉચે ઉત્તર-દક્ષિણ બંને બાજુ દસ દસ યોજનાના વિસ્તારવાળી સપાટ મેખલા આવેલી છે. પ્રશ્ન ૨૭૪. આ બંને મેખલાઓમાં શું શું આવેલું છે? ઉત્તર દક્ષિણ તરફની મેખલામાં ૫૦ વિદ્યાધરોની નગરની શ્રેણીઓ આવેલી છે. આ રીતે કુલ ૧૧૦ શ્રેણીઓ થાય છે. પ્રશ્ન ર૭૫. આ મેખલાની કેટલા યોજન ઉચે શું હોય છે? ઉત્તરઃ આ વિદ્યાધરોની મેખલાની દશ યોજન ઉચે આજ પ્રમાણે બંને બાજુ દશ દશ યોજનની સિતારવાળી બે મેખલાઓ આવેલી છે. પ્રશ્ન ૨૭૬. ઉપરની બે મેખલાઓમાં શું હોય છે? ઉત્તરઃ ઉપરની બંને મેખલાઓમાં આભિયોગિક દેવોનાં આવાસ છે. પ્રશ્ન ૨૭૭.આ મેખલાઓની ઉપરના ભાગમાં શું હોય છે? કેટલા યોજને છે? ઉત્તરઃ આ બંને મેખલાઓની ઉચે પાંચ યોજને ઉપરનું તળીયું ૧૦યોજનના વિસ્તારવાળું આવેલું છે. પ્રશ્ન ૨૭૮. તળીયાની ચારે બાજુ તથા મધ્યમાં શું છે? ઉત્તર: તળીયાની ચારે બાજુ વેદિકા અને વન છે. અને મધ્યમાં બંને તરફ વનમાળી વેદિકા આવેલી છે. પ્રશ્ન ૨૭૯. આ પર્વતની નીચે પૂર્વ તરફની દિશાએ શું આવેલું છે? તેનું નામ શું છે? ઉત્તરઃ આ પર્વતની નીચે પશ્ચિમ દિશા બાજુ એક ગુફા આવેલી છે જેનું નામ તમિસ્ત્રા ગુફા કહેવાય છે. પ્રશ્ન ૨૮૦. બંને ગુફાઓની લંબાઈ-પહોળાઈ-ઉંચાઈ કેટલી છે? ઉત્તરઃ ખંડપ્રપાત ગુફા તથા તમિસ્ત્રા ગુફા આ બંને ગુફાઓ ૫૦યોજન લાંબી, ૧ર યોજન પહોળી અને ૮ યોજન ઉચી છે. પ્રશ્ન ૨૮૧. બંને ગુફાઓના પ્રવેશદ્વારથી કેટલા યોજને શું આવેલું છે તે ક્યાં જાય છે? ઉત્તરઃ બંને ગુફાઓનાં પ્રવેશદ્વારથી ૨૧ યોજના અંદરના ભાગમાં ૩યોજન વિસ્તારવાળી ઉન્મજ્ઞા નામની નદી આવેલી છે તે સિંધુ નદીને મળે છે.