________________
પ્રશ્નોતરી
ઉત્તરઃ ભરતક્ષેત્ર લધુહીમવંત પર્વતની દક્ષિણ દિશા બાજુ આવેલ છે. પ્રશ્ન ૨૫૯. આ ભરતક્ષેત્ર ક્યા ભાવવાળું હોય છે? ઉત્તરઃ આ ભરતક્ષેત્રમાં કાળચક્ર વર્તતું હોવાથી એટલે કે ઉત્સર્પિણી તથા અવસર્પિણી કાળ વર્તતો હોવાથી છ છ આરાના ફરતા ભાવળાળું છે. પ્રશ્ન ૨૬૦. ઉત્સર્પિણી કાળ કોને કહેવાય? ઉત્તરઃ જે કાળમાં ક્રમસર સમયે સમયે રસકસાદિ વધતાં જતાં હોય તે કાળને ઉત્સર્પિણી કહેવાય છે. પ્રશ્ન ર૬૧. અવસર્પિણી કાળ કોને કહેવાય? ઉત્તરઃ જે કાળમાં ક્રમસર રસકસાદિ ઘટતાં જતાં હોય તે કાળને અવસર્પિણી કાળ કહેવાય છે. પ્રશ્ન ૨૬૨.ઉત્સર્પિણીનાં આરા કેટલા છે? ક્યો આરો કેટલા કાળનો હોય છે? ઉત્તરઃ ઉત્સર્પિણી કાળના છ આરા હોય છે. ૧લો આરો - ૨૧ હજાર વર્ષ રજો આરો ૨૧ હજાર વર્ષ ૩જો આરો ૪૨ હજાર વર્ષ જૂન ૧ કોટાકોટી સાગરોપમ ૪થો આરો ર કોટાકોટી સાગરોપમ પમો આરો ૩ કોટાકોટી સાગરોપમ ૬ઠ્ઠો આરો ૪ કોટાકોટી સાગરોપમ પ્રશ્ન ર૬૩. અવસર્પિણી કાળના આરા કેટલા છે? ક્યો આરો કેટલા કાળનો હોય છે? ઉત્તરઃ અવસર્પિણી કાળના ૬ આરા છે.. ૧લો આરો ૪ કોટાકોટી સાગરોપમ રજો આરો ૩ કોટાકોટી સાગરોપમ ૩જો આરો ર કોટાકોટી સાગરોપમ ૪થો આરો ૧ કોટાકોટી સાગરોપમમાં ૪૨ હજાર વર્ષ જૂન પનો આરો ૨૧ હજાર વર્ષ ૬ઠ્ઠો આરો ૨૧ હજાર વર્ષ પ્રશ્ન ૨૬૪. આ ભરતક્ષેત્ર કઈ તરફ ક્યાં સ્પર્શતું કેવા આકારે હોય છે?