________________
લઘુસંગ્રહણી
દક્ષિણમાં વહેતી ક્ષેત્રના મધ્યમાં પૂર્વ તરફ વળીને પૂર્વ તરફ લવણ સમુદ્રને મળે
છે.
પ્રશ્ન ૨૫૦. ઉત્તર દ્વારવાળી નદીઓ ક્યાંથી લવણ સમુદ્રને મળે છે ? ઉત્તર : ઉત્તર દ્વારથી નીકળતી નદીઓ ક્ષેત્રના મધ્યમાં પશ્ચિમ તરફ વળીને પશ્ચિમમાં લવણ સમુદ્રમાં મળે છે.
પ્રશ્ન ૨૫૧. પ્રપાતકુંડો કેવા પ્રકારનાં હોય છે ?
ઉત્તર ઃ વૃત્ત વિસ્તારવાળા દ્વાર અનુસાર બમણા બમણા હોય છે. પ્રશ્ન ૨૫૨. પ્રપાતકુંડ ભરત ઐરવત ક્ષેત્રમાં કેટલા માપનાં હોય છે ? ઉત્તર ઃ ભરત ઐરવત ક્ષેત્રમાં પ્રપાતકુંડો ૬૦ યોજનનાં હોય છે. પ્રશ્ન ૨૫૩. બાકીના પ્રપાતકુંડો કેટલા કેટલા માપના હોય છે ? ઉત્તર ઃ બાકીના પ્રપાતકુંડોનું માપ આ પ્રમાણે જાણવું ૧૨૦ યોજન ૨૪૦ યોજન ૪૮૦ યોજન હોય છે.
૩૫
પ્રશ્ન ૨૫૪. દરેક પ્રપાતકુંડો કેટલા ઉંડા હોય છે ?
ઉત્તર ઃ દરેક પ્રપાતકુંડો ઉંડાઈમાં ૧૦ યોજન હોય છે.
પ્રશ્ન ૨૫૫. દરેક કુંડો શેનાથી યુક્ત હોય છે ? તથા પાણીથી કેટલી ઉંચાઈએ શું હોય છે ?
ઉત્તર ઃ દરેક કુંડો વન અને વેદીકાઓથી સહીત હોય છે. તથા દરેકમાં
પાણીથી બે ગાઉ ઉંચા કુંડના માપના અનુસારે દેવીદ્વીપો હોય છે.
પ્રશ્ન ૨૫૬. તે દેવી દ્વીપો કેટલા માપવાળા હોય છે ?
ઉત્તર : તે દ્વીપો ૮ યોજન, ૧૬ યોજન, ૩૨ યોજન, ૬૪ યોજનનાં વિસ્તારવાળાં હોય છે.
પ્રશ્ન ૨૫૭. તે દ્વીપો ઉપર શું હોય છે ? તેનું માપ શું છે ?
ઉત્તર ઃ તે દ્વીપો ઉપર ૧ ગાઉ લાંબુ, ગા ગાઉ પહોળું અને ૧૪૪૦ ધનુષ ઉંચાઈવાળું ભવન હોય છે. તેમાં ૫૦૦ ધનુષ વિસ્તારવાળી અને ૨૫૦ ધનુષ ઉંચી મણીપીઠીકા હોય છે.
ભરતક્ષેત્રનું વર્ણન પ્રશ્ન ૨૫૮. ભરતક્ષેત્ર ક્યાં આવેલું છે ?