________________
પ્રશ્નોતરી
૩૪
પ્રશ્નઃ ૨૪૨. બાકીની દેવીઓનાં દ્રહો મોટા હોવાથી તેમાં શું શું વિશેષ હોય છે? તથા શું શું સરખું હોય છે? ઉત્તરઃ બાકીના પાંચ દેવીઓના દ્રો બમણાં હોવાથી તે કારણથી કમળોનો વિસ્તાર જાડાઈ અને કર્ણિકાની લંબાઈ બમણી બમણી જાણવી પણ ભવન અને મણીપીઠીકા ઓ એક સરખા માપની જ હોય છે.
દ્રહોનું વર્ણન પ્રશ્ન ૨૪૩.પદ્મદ્રહને દરવાજા કેટલા હોય છે? કઈ દિશામાં હોય છે.? ઉત્તરઃ પદ્મદ્રહને ત્રણ દરવાજા હોય છે. (૧) પૂર્વ (૨) પશ્ચિમ(૩) ઉત્તર દિશામાં. પ્રશ્ન ૨૪૪. પુંડરીક દ્રહને દરવાજા કેટલા હોય છે? ઉત્તરઃ પુંડરીક દ્રહને ત્રણ દરવાજા હોય છે. (૧) પૂર્વ (૨) પશ્ચિમ (૩) ઉત્તર દિશામાં. પ્રશ્ન ૨૫. બાકીનાં ચાર દ્રહોમાં દરવાજા કેટલા હોય છે? કઈ દિશામાં હોય છે? ઉત્તરઃ બાકીનાં ચાર દ્રહો તેનાં નામો મહાપધ, મહાપુંડરીક, તિગિંછ અને કેસરી દ્રહને બન્ને દ્વારો હોય છે. (૧) ઉત્તર દિશામાં, (ર) દક્ષિણ દિશામાં. પ્રશ્ન ૨૪૬. તે દ્વારોનાં માપ કેટલાં હોય છે? કઈ રીતનાં હોય છે? ઉત્તરઃ તે દ્વારા દ્રહના માપથી એશીમાં ભાગના માપવાળા હોય. તોરણ કમાનો સાથે વગર કમાડના હોય છે. પ્રશ્ન ૨૪૭. આ દ્રહમાંથી શું નીકળે છે અને ક્યાં જઈ પડે છે? ઉત્તરઃ આ દ્રહોના દ્વારોમાંથી નદીઓ નીકળે છે અને તે પર્વતના છેડે જીન્હા છે તેમાં થઈ પર્વતોની નીચે પ્રપાત કુંડ છે તેમાં પડે છે. પ્રશ્ન ૨૪૮. આ દ્રહોની જીન્હા માપમાં કેટલી હોય છે? ઉત્તરઃ આ દ્રહોમાં જે દ્વારો છે તેના પચાસમા ભાગે પહોળાઈ અને પહોળાઈથી ચાર ગુણી લાંબી હોય છે. પ્રશ્ન ૨૪૯. છએ દ્રોમાંથી નદીઓ કઈ રીતે વહેતી લવણ સમુદ્રને ક્યાંથી મળે છે? ઉત્તરઃ છએ દ્રહોમાંથી દક્ષિણ દ્વારથી નીકળતી તે જ દિશામાં પ્રપાત કુંડમાં થઈ